નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને 1000 દિવસથી વધુ થવામાં છે. 24 ફેબ્રુઆરી, 2022એ રશિયા સેનાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાના હુમલાનો યુક્રેને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે પશ્ચિમી દેશોની મદદને લીધે યુક્રેને પુતિન સરકારની ઊંઘ ઉડાવી રાખી છે.
રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 120 મિસાઇલ અને 90 ડ્રોનથી હુમલા કર્યા છે. હાલમાં ક્લસ્ટર હથિયારોથી લેસ રશિયન બેલિસ્ટિક મિસાઈલ વડે ઉત્તરીય યુક્રેનના સુમી શહેરમાં મોટો હુમલો કર્યો છે. જેમાં બે બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. 84થી વધુ લોકો ઘાયલ થયા છે. સત્તાધીશોએ બચાવ કામગીરી હાથ ધરી છે.આ હુમલામાં બે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 15 ઈમારતોને નુકસાન થયુ છે. યુક્રેનનું સુમી શહેર રશિયાથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે. રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 200થી વધુ મિસાઈલો વડે હુમલાઓ કર્યા છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 1000 દિવસ પૂરા થયા છે.
🚨🇷🇺💥🇺🇦Scenes in Odessa – multiple casualties reported, as seen in the images.
🗞️Kaim News – Follow us#Russia #Ukraine #Putin #Zelensky #NATO #USA #War #Trump #Korea https://t.co/QH7f8bsfTS pic.twitter.com/wH2BIVK9kM
— Kaim News (@KaimNews0) November 18, 2024
બીજી બાજુ અમેરિકાએ યુક્રેનમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકો સામે લડવા પોતાનુ સૈન્ય યુક્રેન મોકલ્યુ છે. તેમ જ લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા પણ મંજૂરી આપી છે. અમેરિકાએ બીજી વખત યુક્રેનને રશિયાની અંદર જઈ હુમલો કરવા સક્ષમ હથિયારો ચલાવવા મંજૂરી આપી છે.
બીજી તરફ રશિયાને સમર્થન આપતાં ઉત્તર કોરિયાએ એક લાખ સૈનિકોને રશિયા મોકલ્યા છે. જેઓ યુક્રેન વિરુદ્ધ લડાઈ લડશે. અગાઉ પણ 30,000 સૈનિકો રશિયામાં તૈનાત કર્યા હતા.