ઓસ્લોઃ નોર્વેની નોબેલ સમિતિએ 2020ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને પ્રભાવિત ક્ષેત્રોમાં ભૂખમરાથી લડવા અને શાંતિ જાળવવાથી જોડાયેલાં સરાહનીય કાર્યો માટે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓસ્લોમાં આ ઘોષણા કરવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગ સહિત 300થી વધુ નામો સામેલ હતાં, પણ સમિતિએ વિશ્વમાં ભૂખમરો દૂર કરવા ઝુંબેશમાં લાગેલી WFPને આ સન્માન આપ્યું હતું.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટી માનવીય સંસ્થા છે, જે ભૂખની સામે જંગ લડે છે અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. 2019માં WFPએ 88 દેશોમાં 10 કરોડ લોકોને મદદ કરી હતી.
BREAKING NEWS:
The Norwegian Nobel Committee has decided to award the 2020 Nobel Peace Prize to the World Food Programme (WFP).#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/fjnKfXjE3E— The Nobel Prize (@NobelPrize) October 9, 2020
નોબેલ સમિતિ પસંદગીના ઉમેદવાર માટે સંપૂર્ણ પ્રાઇવસી રાખે છે, તેમ છતાં વિજેતાની ઘોષણા પહેલાં અટકળો ચાલુ હતી. આ વખતે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વર્ષે શાંતિ પુરસ્કાર જળવાયુ કાર્યકર્તા અને સ્વીડનના નાગરિક ગ્રેટા થનબર્ગ, નર્વ એજન્ટ હુમલાથી બચેલા રશિયાના નેતા અલેક્સેઈ નવલ અને કોરોના વાઇરસના સંકટથી લડવા WHOને પુરસ્કાર અપાવાની શક્યતા હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું હતું કે તેમને આ પુરસ્કાર મળવો જોઈતો હતો. આ પુરસ્કાર માટે 318 ઉમેદવાર હતા, જેમાં 211 વ્યક્તિ અને 107 સંસ્થા સામેલ હતી. આ પુરસ્કાર માટેના નામાંકન માટે અંતિમ સમયમર્યાદા એક ફેબ્રુઆરી, 2020 હતી. એટલે કે એનો અર્થ થયો કે માર્ચમાં કોવિડ-19 રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કોરોનાયોદ્ધાઓમાંથી કોઈને પુરસ્કાર મળવાની સંભાવના નહોતી.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ શું છે?
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ભૂખમરો દૂર કરવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રિત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં ઇમર્જન્સીમાં એનું કામ છે એ જોવું છે કે જરૂરિયાતમંદો સુધી ખાદ્યસામગ્રી પહોંચે. ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આપત્તિઓમાં. ભારતમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે સીધી ખાદ્ય સહાય આપવાને બદલે કેન્દ્ર સરકાર ટેક્નિકી મદદ અને ક્ષમતા નિર્માણ સેવાઓ આપે છે.
નોબેલ પુરસ્કારમાં કેટલું ઇનામ?
નોબેલ પુરસ્કાર હેઠળ સુવર્ણ પદક, રૂ. એક કરોડ સ્વિડિશ ક્રોના (આશરે રૂ. 8.27 કરોડ)ની રકમ આપવામાં આવે છે. સ્વિડિશ ક્રોના સ્વીડનનું ચલણ છે. આ પુરસ્કાર આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.