કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ પર રસી એટલી અસરકારક નહીં: WHO

નવી દિલ્હીઃ દેશમાં રસીકરણ ઝુંબેશ 21 જૂનથી શરૂ થઈ છે, પણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક રોગચાળાના નિષ્ણાતે સોમવારે કહ્યું હતું કે કોવિડ-19ની રસી કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટની સામે ઓછી અસરકારકના સંકેત આપી રહી છે. જોકે રસી હજી પણ ગંભીર બીમારી અને મૃત્યુ રોકવા માટે અસરકારક છે. WHOના અધિકારીએ કહ્યું હતું કે ભવિષ્યમાં વાઇરસમાં અને મ્યુટેશન જોવા મળી શકે છે, જેનો અર્થ એ એ રસી રસી કોરોના વાઇરસની સામે લડવાની સામે પોતાની અસરકારકતા ગુમાવી રહી છે.  

 

ડેલ્ટા પ્લસ વેરિયેન્ટની ઓળખ ડેલ્ટા અથવા B.1.617.2 સંસ્કરણમાં એક ઉત્પરિવર્તનને કારણે થયું છે. એને સૌપ્રથમ વાર ભારતમાં ઓળખવામાં આવ્યો છે અને દેશમાં બીજી લહેરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. યુકે સહિત કેટલાક અન્ય દેશોમાં એને બીજી લહેર માટે જવાબદાર ગણવામાં આવે છે. WHO દ્વારા વાઇરસના વધુ સંક્રમણના ફેલાવાની ચિંતાની સાથે ચોથા પ્રકારના રૂપમાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. કોરોનાનું નવું સ્વરૂપ યુકે માટે એક જોખમ બની ગયું છે, જ્યાં દૈનિક કેસો ફરીથી 10,000થી વધુ થયા છે.  

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને સોમવારે કહ્યું હતું કે આવનારા દિવસો કડકડતા શિયાળાના હશે. જોકે 19 જુલાઈ પછી દેશમાં બધા લોકડાઉનનાં નિયંત્રણોને પૂરા કરવામાં આવશે, પણ સાવધ રહેવાની જરૂર છે. જોન્સનની ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે રવિવારે 9284 દૈનિક કોરોના સંક્રમણના કેસો નોંધાયા હતા.