તાલિબાનનું મહિલા કર્મચારીઓને ફરજિયાત હિજાબ પહેરવાનું ફરમાન  

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં ઓગસ્ટમાં સત્તાનાં સૂત્રો સંભાળતાની સાથે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને અફઘાન મિડિયા માટે કેટલાય દિશા-નિર્દેશો જારી કર્યા છે, જેમાં અફઘાન સમાચાર ચેનલો તાલિબાનવિરોધી કોઈ પણ સમાચાર પ્રકાશિત નહીં કરે અથવા તાલિબાન અધિકારીઓની આલોચના નહીં કરી શકે. આ સાથે મહિલાઓ માટે નવો ડ્રેસ કોડ જારી કર્યો છે અને તેમને વિના હિજાબ સમાચાર ચેનલોમાં કામ કરવાની અનુમતિ નથી.

હ્યુમન રાઇટ્સે 22 નવેમ્બરે તાલિબાને જારી કરેલા નવા દિશા-નિર્દેશો પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે તાલિબાને સખત ચેતવણી ઉચ્ચારી છે કે જો દિશા-નિર્દેશોનું પાલન નહીં કરનારા લોકોને ફાંસી આપવામાં આવશે. વળી, આતંકવાદી ગ્રુપે બધા મિડિયા હાઉસિસમાં પોતાના જાસૂસી અધિકારીઓને મોકલ્યા છે.

તાલિબાને નવાં ફરમાન જારી કરતાં કહ્યું છે કે…

  • મિડિયાને કોઈ પણ ફિલ્મને પ્રસારિત કરવાની મંજૂરી નહીં હશે, જેમાં શરિયા (ઇસ્લામી કાનૂન) અને અફઘાની મૂલ્યોનાં સિદ્ધાંતોની વિરુદ્ધ હોય.
  • એ વિદેશી અને ઘરેલુ ફિલ્મોના પ્રસારણની મંજૂરી નહીં હોય, જેમાં અફઘાન સમાજમાં વિદેશી સંસ્કૃતિ અને પરંપરાઓનો પ્રસાર કરતી હોય.
  • હાસ્ય અને મનોરંજનના કાર્યક્રમમાં કોઈનું અપમાન ના થવું જોઈએ.
  • પુરુષ શરીરના અંતરંગ હિસ્સોવાળા વિડિયો- ફિલ્મના પ્રસારણ પર પ્રતિબંધ
  • મિડિયામાં મહિલા એન્કરો, પત્રકારોને હિજાબ પહેરવો ફરજિયાત હશે.
  • ઘાર્મિક માન્યતા અથવા મનવીય ગરિમાનું અપમાન કરતા નાટકોના પ્રસારણ પર પ્રતિબંધ
  • પયગંબર મોહમ્મદ સંબંધિત બધા કાર્યક્રમ તત્કાળ અસરથી બંધ કરવાનો આદેશ.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]