મધ્ય માલીમાં આતંકવાદી હુમલામાં છનાં મોત, 13 ઘાયલ

બામકોઃ માલીના મધ્ય ભાગમાં થયેલા આતંકવાદી હુમલામાં છ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 13 લોકો ઈજા પામ્યા છે. RFI બ્રોડકાસ્ટરના જણાવ્યાનુસાર રવિવારે ડૌંટજા શહેરની પાસે બંદૂકધારીઓના એક ગ્રુપે એ જાહેર વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલાઓમાંથી પાંચ ગંભીર રૂપે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આશંકા એ દર્શાવવામાં આવતી હતી કે આ હુમલો આતંકવાદીઓએ કર્યો હતો.

માલિયાન સેનાએ કહ્યું હતું કે એણે નાગરિકોની સુરક્ષા માટે એ વિસ્તારમાં વધારાનાં દળો મોકલ્યાં છે. માલીની સ્થિતિ વર્ષ 2012માં અસ્થિર થઈ હતી, જ્યારે તુઆરેગ આતંકવાદીઓએ દેશના ઉત્તરીય ભાગમાં મોટાં ક્ષેત્રો પર કબજો કરી લીધો હતો. ઇસ્લામિક કટ્ટરવાદીઓની કામગીરી, લિબિયાના ભૂતપૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીના પ્રતિ વફાદાર દળોની સાથે ફ્રાન્સિસી હસ્તક્ષેપને લઈને સંઘર્ષ વધી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોની અંદર માલીએ કેટલાય હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં એકમાં કમસે કમ 13 શાંતિ સૈનિકો ઘાયલ થયા હતા.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]