અલાસ્કા એરલાઈન્સમાં માર્ક ઝુકરબર્ગની બહેન સાથે છેડતીની ઘટના

અમેરિકા- અહીંની અલાસ્કા એરલાઈન્સમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી માર્ક ઝુકરબર્ગની બહેન સાથે એરલાઈન્સમાં છેડતીની ઘટના સામે આવી છે. વિમાન કંપનીએ ઘટનાને વખોડી કાઢી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

માર્ક ઝુકરબર્ગની બહેન રૈંડી ઝુકરબર્ગ સાથે ફ્લાઈટમાં શરમજનક ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટ અટેન્ડેન્ટે આરોપી યાત્રીને રોકવાનો પ્રયાસ કરવાને બદલે રૈંડી ઝુકરબર્ગને જ સીટ બદવાની સલાહ આપી દીધી. અલાસ્કા એરલાઈન્સે ઘટનાની ગંભીરતા જોતાં તેની તપાસ કરવાની ખાત્રી આપી છે.

રૈંડી ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સહયાત્રી દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે માહિતી શેર કરી હતી. મળતી માહિતી મુજબ રૈંડી ઝુકરબર્ગ લોસ એન્જલીસથી મેક્સિકો જઈ રહી હતી એ દરમિયાન તેની સાથે આ શરમજનક ઘટના સર્જાઈ હતી. રૈંડી ઝુકરબર્ગે વિમાન કંપનીને પત્ર લખીને પણ આ ઘટના અંગે ફરિયાદ કરી છે.

પોતાની ફરિયાદમાં રૈંડી ઝુકરબર્ગે જણાવ્યું કે, તે વિમાનના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે તેની પાસે બેસેલો પ્રવાસી તેના પર અને પાસે બેઠેલા અન્ય પ્રાવસીઓ પર સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. તેણે એરહોસ્ટેસ પાસે અનેકવાર શરાબની પણ માગણી કરી હતી. વધુમાં રૈંડી ઝુકરબર્ગે કહ્યું કે, તે પ્રવાસી વારંવાર તેને સ્પર્શ કરીને અભદ્ર માગણી કરી રહ્યો હતો.