સેનેટર અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન

ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP)ના સેનેટર અનવર-ઉલ-હક કાકરને પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. વડા પ્રધાન કાર્યાલયના નિવેદનમાં શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. આ નિર્ણય વડા પ્રધાન શહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝની વચ્ચે બીજા દોરની વાતચીત પછી આવ્યો છે અને આ નિર્ણયની એક કોપી રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મોકલવામાં આવી છે. રાષ્ટ્રપતિ અલ્વીએ લખ્યું છે કે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 224 (1A)માં જોગવાઈ છે. વડા પ્રધાન અને હાલની સંસદમાં વિપક્ષના નેતા 12 ઓગસ્ટે કાર્યવાહક વડા પ્રધાનની નિયુક્તિ માટે ઉપયુક્ત વ્યક્તિનો પ્રસ્તાવ કરી શકે છે.

સેનેટર અનવર ઉલ હક કાકર- જેમને પાકિસ્તાનના નવા કાર્યવાહક વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે, તેઓ બલૂચિસ્તાનથી એક રાજકીય વ્યક્તિ છે. તેઓ 2018માં સેનેટ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને ઘણા સક્રિય રાજકીય નેતા છે. તેમણે પ્રાંતીય સરકારના પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે.

વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે જણાવ્યું હતું કે કાકર દેશમાં એ બુદ્ધિજીવી વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે BAP સેનેટર પશ્તૂન જાતીયતાની કાકર જનજાતિમાંથી છે, એટલે પશ્તૂન અને બલૂચ- બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો મુખ્ય રાજકીય પક્ષો સાથે પણ સારો સંબંધ છે. તેમણે 2008માં કાકર ક્યુ-લીગની ટિકિટ પર કેટાથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી હતી. તેમની પાસે રાજકારણ, વિજ્ઞાન, સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.