લંડનઃ બ્રિટનના કેન્ટ સ્થિત અંતરીક્ષ વૈજ્ઞાનિકોના એક જૂથે એન્ટાર્કટિકાની બરફની ચાદરની નીચેથી 4.30 લાખ જૂના ઉલ્કાપિંડના ટુકડા મળ્યા છે. આ શોધથી વૈજ્ઞાનિકો આનંદિત થયા છે. તેમને આશા છે કે આ પ્રાચીન ઉલ્કાપિંડની મદદથી આ એ આકલન કરવામાં આવશે કે મધ્યમ આકારના એસ્ટરોઇડથી ધરતીને કયા પ્રકારનું જોખમ ઉદભવી શકે.
વૈજ્ઞાનિકોના એક જૂથે કહ્યું હતું કે ઉલ્કાપિંડની મદદથી એસ્ટરોઇડ ટકરાવાથી થનારાં વિનાશકારી પરિણામોનું પણ આકલન કરવામાં આવશે. વૈજ્ઞાનિકોને આ ઉલ્કાપિંડના ટુકડા પૂર્વ એન્ટાર્કટિકાના વાલનુમ્પજેલેટ શિખરે મળ્યા છે. આ શોધથી સંકેત મળે છે કે નીચલી કક્ષામાં ચક્કર લગાવનાર ઉલ્કાપિંડ ધરતી પર બહુ ઝડપથી પડે છે. તેમણે જણાવ્યું હતું કે એ ઉલ્કાપિંડ કમસે કમ 100 મીટરનો હશે.
ઉલ્કાપિંડનો પ્રભાવ આશરે 2000 કિલોમીટર સુધી
યુનિવર્સિટી ઓફ કેન્ટના વૈજ્ઞાનિક ડોક્ટર મૈટથિઆસ વોને કહ્યું હતું કે આ ઉલ્કાપિંડનો પ્રભાવ આશરે 2000 કિલોમીટર અથવા આશરે એક ઉપમહાદ્વીપ સુધી રહ્યો હશે. સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રકાશિત શોધમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓના સાક્ષી ભેગા કરવા બહુ મહત્ત્વના છે, કેમ કે એના દ્વારા ઉલ્કાપિંડોના પૃથ્વીના ટકરાવાના ઇતિહાસ અને ખતરનાક એસ્ટરોઇડના ખતરનાક પ્રભાવોને સમજી શકાય.
ડોક્ટર વોને કહ્યું હતું કે એસ્ટરોઇડના ધરતી પર મોટી વસતિવાળા વિસ્તારમાં ટકરાવાની આશંકા બહુ ઓછી છે, કેમ કે એનો પ્રભાવ ઘણો દૂર સુધી જવાની શક્યતા છે. પૃથ્વીની જમીન પર એક ટકા હિસ્સામાં મોટી વસતિ રહે છે. વોને કહ્યું હતું કે એસ્ટરોઇડના ટકરાવાની અસર હજારો કિલોમીટર દૂર સુધી મહેસૂસ કરી શકાશે. આ ઉલ્કાપિંડની મદદથી ધરતી પર થનારી અસરને સમજી શકાશે.