ભારત જશો નહીં: સાઉદી સરકારનો નાગરિકોને આદેશ

રિયાધઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે સાઉદી અરેબિયાની સરકાર હાલ ઝઝૂમી રહી છે. છેલ્લા અમુક અઠવાડિયાઓથી આ દેશમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. એને કારણે સાઉદી સરકારે તેના નાગરિકોને ભારત તથા અન્ય 15 દેશોના પ્રવાસે જવાની તેના નાગરિકોને મનાઈ ફરમાવી છે.

રાજાશાહી ધરાવતા સાઉદી અરેબિયાની સરકારે ભારત ઉપરાંત સીરિયા, તૂર્કી, ઈરાન, લેબેનોન, યમન, સોમાલિયા, અફઘાનિસ્તાન, ઈથિયોપીયા, લીબિયા, ઈન્ડોનેશિયા, કોન્ગો, વિયેટનામ, આર્મેનિયા, બેલારુસ અને વેનેઝુએલાના પ્રવાસે જવાનો પણ હાલ તેના નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો છે.