ઋષિ સુનક બ્રિટિશના વડા પ્રધાન બને એવી શક્યતા

લંડનઃ બ્રિટિશના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનનો દાવેદારીથી ઇનકાર કર્યા પછી ભારતીય મૂળના નેતા ઋષિ સુનકની કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ પર કબજો થવાની સંભાવના છે. ભૂતપૂર્વ વડા પ્રધાન વડા પ્રધાનપદની રેસમાંથી નીકળી ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ યોગ્ય સમય નથી. જેથી સુનક માટે દિવાળી પર જીતની સંભાવના વધી ગઈ હતી.  

ભૂતપૂર્વ નાણાપ્રધાનની સાથે કોન્ઝર્વેટિવ  પાર્ટીના ટોચના નેતાઓથી ટેકો પ્રાપ્ત થયો છે. જેથી હવે ઋષિ સુનક બ્રિટિશના વડા પ્રધાન બનવા માટે તૈયાર છે. લીઝ ટ્રસે હાલમાં રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ જોન્સને પણ પોતાની દાવેદારી પાછી ખેંચતાં સુનક માટે માર્ગ મોકળો થયો હતો. 42 વર્ષીય ભૂતપૂર્વ ચાન્સેલરે ઉમેદવારીની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે તેઓ દેશના અર્થતંત્રને ઠીક કરશે. તેઓ પાર્ટીને એકજૂટ કરવા અને દેશ માટે કામ કરવા ઇચ્છે છે. ઋષિ સુનક 150 થી વધુ ટોરી ધારાસભ્યોના સમર્થન સાથે આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી માત્ર 60 ધારાસભ્યોએ જ બોરિસ જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું હતું.

યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રના હિતમાં એકસાથે આવવાની આશામાં ઋષિ સુનક અને પેની મોર્ડેંટનો સંપર્ક કર્યો હતો, પરંતુ દુઃખની વાત છે કે આમ કરવા માટે કોઈ રસ્તો મળી શક્યો નથી. હું માનું છું કે મારી પાસે આપવા માટે ઘણું છે પરંતુ મને ડર છે કે આ યોગ્ય સમય નથી.

નોંધપાત્ર વાત એ છે કે બોરિસ જોન્સન પીએમ પદની રેસમાંથી બહાર થયા બાદ ઋષિ સુનકે તેમની પ્રશંસા કરી હતી. ઋષિ સુનકે કહ્યું કે બ્રેક્ઝિટ, કોરોના યુગ દરમિયાન કરવામાં આવેલા કામ અને પુતિન વિરુદ્ધ યુક્રેનને સમર્થન આપવાનું શ્રેય બોરિસ જોન્સનને જાય છે. સુનકે કહ્યું કે અમે અત્યાર સુધીના સૌથી મુશ્કેલ પડકારો દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું.