કૃષિ-કાયદાઓના સુધારા બજારની કાર્યક્ષમતા વધારશેઃ અમેરિકા

વોશિંગ્ટનઃ ખેડૂત આંદોલન પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સતત ટિપ્પણીઓ આવી રહી છે. ભારત દ્વારા કરવામાં આવેલા કૃષિ સુધારાનું મહત્ત્વ સમજતાં અમેરિકાએ મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓને ટેકો જાહેર કર્યો છે. અમે એ પગલાંનું સ્વાગત કરીએ છીએ, જે ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારો કરે અને ખાનગી ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ આકર્ષી શકે, એમ બાઇડન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું હતું.

બાઇડન સરકાર કૃષિ કાયદાઓના સુધારાના પગલાનું સમર્થન આપે છે, જે ખાનગી મૂડીરોકાણ અને ખેડૂતો માટે વધુ બજારો સુધી પહોંચને આકર્ષિત કરે છે, એમ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધને નામે હિંસાની ટીકા કરતાં બાઇડન વહીવટી તંત્રે કહ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન એક લોકતંત્રની ઓળખ છે અને મોદી સરકારે પ્રગતિશીલ કૃષિ સુધારાની પ્રશંસા કરી હતી. ભલે, ભારતમાં નિરીક્ષકોએ કૃષિ કાયદાઓ માટે બાઇડન વહીવટી તંત્રના ટેકોનું સ્વાગત કર્યું છે, પણ તેમણે દેશના આંતરિક મામલામાં અમેરિકાના હસ્તક્ષેપ સામે સાવધાની દાખવી છે.

બાઇડન વહીવટી તંત્રનો કૃષિ કાયદાઓને ટેકો અનેક સેલિબ્રિટીઝ સામે ભારતની સામે કરેલા ખોટા પ્રચારને અટકાવવા માટે એકજૂટતા વ્યક્ત કર્યાના એક દિવસ પછી આવ્યો છે, જે દિલ્હીમાં હિંસા માટે આરોપ લગાવ્યા હતા.

સિંગર-એક્ટ્રેસિસ રિહાના, મિયા ખલિફ અને ગ્રેટા થનબર્ગને ખેડૂતોના વિરોધને ટકો આપતાં દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો, જેની સામે કેન્દ્ર સરકારે આ વિદેશીઓને કડક ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે ભારતના આંતરિક મામલામાં કોઈ પણ દખલ સ્વીકાર્ય નથી.