‘મેડ-ઈન-ઈન્ડિયા’ રસી સાથે બાંગ્લાદેશમાં કોરોના-રસીકરણ ઝુંબેશ શરૂ

ઢાકાઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા દ્વારા ભારતમાં નિર્માણ કરાયેલી કોરોના રસી ભારત સરકાર તરફથી સપ્લાય કરાયા બાદ બાંગ્લાદેશે આજથી તેનો દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. આરોગ્યપ્રધાન ઝાહિદ મલેકે આજે રસી મૂકાવીને આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. શરૂઆતમાં આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી રહી છે.

ભારત સરકારે ‘વેક્સિન મૈત્રી’ પહેલ અંતર્ગત બાંગ્લાદેશ સહિત અનેક નાના પડોશી દેશોને કોરોના વાઈરસ રસીના લાખો ડોઝ ભેટ તરીકે પૂરા પાડ્યા છે. ભારતે બાંગ્લાદેશને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના 70 લાખ ડોઝ સપ્લાય કર્યા છે. આમાંના 20 લાખ ડોઝ ભેટ તરીકે અને 50 લાખ ડોઝ બાંગ્લાદેશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરેલા એક કોન્ટ્રાક્ટના ભાગ રૂપે આપ્યા છે.