પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ લગ્નગ્રંથિથી જોડાયાં, જુઓ શાહી લગ્નની તસ્વીરો

લંડન– આ વર્ષના વધુ એક શાહી લગ્ન આજે થયાં છે. આ રોયલ વેડિગ બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની અમેરિકન મંગેતર મેઘન માર્કલના છે. લંડનના વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે આ લગ્ન યોજાઈ ગયાં છે. પ્રિન્સ હેરી અને માર્કલના આ લગ્નમાં સેરેના વિલિયમ્સ, પ્રિયંકા ચોપડા(માર્કલની સહેલીઓ છે), વિક્ટોરિયા બેકહેમ અને તેમના પતિ ડેવિડ બેકેહમ, અમલ ક્લૂની અને તેમના પતિ જ્યોર્જ ક્લૂની, ઓપ્રા વિન્ફ્રે, કિટી સ્પેન્સર જેવા મહેમાન ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રિન્સ હેરી લગ્ન સમયે બિલકુલ રોયલ અંદાજમાં બ્લેક શુટમાં જોવા મળ્યા હતા. જ્યારે વઘુ મેગન મર્કેલ ખુબ જ સુંદર વ્હાઈટ ગાઉનમાં નજરે પડી હતી. આ ગાઉન બ્લેન્ડ Givenchy ની આર્ટ ડાયરેક્ટર clare Waight Keller એ ડિઝાઈન કર્યો હતો. આ ગાઉનમાં હેન્ડ એમ્બ્રોયડરી ફ્લોરલ ડિઝાઈનવાળી 5 મીટર લાંબી વેલ હતી. જેની સાથે મેગન ખુબ જ સુંદર ડાયંડડ ટિયારા પહેર્યું હતું. આ ટિયારા 1932માં બનાવવામાં આવ્યું હતું.

પ્રિન્સ હૈરીએ બીબીસીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મેગનને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. જો કે બન્નેનો ઉછેર અલગઅલગ માહોલમાં થયો છે. પણ માનવતા પ્રત્યેનો લગાવ બન્નેને નજીક લાવવામાં નિમિત બન્યા છે. હેરી અને મેગન વિન્ડર કૈસેલના સેન્ટ જ્યોર્જ ચૈપલમાં લગ્નની વિધિ કરશે. તે પછી સેન્જ જ્યોર્જ હોલમાં વેડિગ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.