વોશિંગ્ટન- અમેરિકામાં રહીને અભ્યાસ કરતા આશરે 1.86 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અમેરિકાની નવી નીતિ ખતરો બની ગઈ છે. 9 ઓગસ્ટથી લાગુ કરવામાં આવેલી આ નીતિ અંતર્ગત ‘સ્ટુડન્ટ સ્ટેટસ’નું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થી અને તેની સાથે ગયેલા વ્યક્તિને અમેરિકામાં ગેરકાયદે ગણવામાં આવશે. ભલે તેની રોકાણની સમય મર્યાદા પૂર્મ ન થઈ હોય. નવી નીતિ હેઠળ જો ઉલ્લંઘનના 180 દિવસ બાદ વિદ્યાર્થી છોડશે તો તેના પર પરત ફરવાને લઈને 3 થી 10 વર્ષ સુધીનો પ્રતિબંધિત લાગૂ કરવામાં આવી શકે છે.પહેલાના નિયમ મુજબ ગેરકાયદે હાજરી ત્યારે માનવામાં આવતી જ્યારે નિયમના ઉલ્લંઘનનો ભંગ થયો છે તેવું ધ્યાનમાં આવતું. અથવા ઈમીગ્રેશન જજ આ અંગે કોઈ આદેશ આપતા. ગેરકાયદે હાજરી પણ માત્ર લાંબા સમય સુધી રોકાણ પર નહીં પરંતુ અન્ય કારણો અંગે પણ માનવામાં આવતી હતી. જેમકે કોઈ વિદ્યાર્થીએ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે એક સપ્તાહની અંદર અનિવાર્ય યોગ્યતા પુરી નહીં કરી હોય તો તેને ગેરકાયદે ગણવામાં આવશે. ઉપરાંત અનધિકૃત નોકરી અથવા વધુ રોકણ કરવા અંગે પણ અયોગ્ય માનવામાં આવશે.
આ નીતિ હેઠળ જો કોઈ વિદ્યાર્થીનું સ્ટુડન્ટ સ્ટેટસ જતું રહે તો, તે પાંચ મહિનાની અંદર પુનઃસ્થાપના માટે અરજી કરી શકે છે. આમ કરવાથી ગેરકાયદે રોકાણના દિવસોની ગણતરી બંધ કરવામાં આવશે. જોકે, વિદ્યાર્થીની અરજી નકારવામાં આવે તો તેના બીજા દિવસથી તેની હાજરી અયોગ્ય ગણવામાં આવશે.