ફ્લોરિડાના વિનાશકારી ‘ઇયાન’ વાવાઝોડામાં 100થી વધુનાં મોત

ફ્લોરિડાઃ ફ્લોરિડામાં આવેલું વાવાઝોડું કાળો કેર વર્તાવી રહ્યું છે, એની ચપેટમાં દ્વીપ તબાહ થઈ રહ્યા છે. અહીં સંખ્યાબંધ ઘરો બરબાદ થઈ ગયાં છે. અમેરિકામાં આવેલા વિનાશકારી વાવાઝોડા ઇયાને 100 જણનો ભોગ લીધો છે. ફ્લોરિડામાં આ વાવાઝોડાને કારણે પૂર આવ્યું હતું, જેમાં દરિયાકિનારે આવેલાં અસંખ્ય બિલ્ડિંગોને ક્ષતિ પહોંચી છે. ઇમર્જન્સી ક્રૂએ 45,000 મિલકતોનું સરકારી નિરીક્ષણ કર્યું છે, એમ ફ્લોરિડાના ઇમર્જન્સી મેનેજમેન્ટના કેવિન ગુથરીએ જણાવ્યું હતું.

અમે ઝીણવટભરી રીતે નિરીક્ષણ કરી રહ્યા છે, અમે બીજી વાર પણ તપાસ કરવા જઈ રહ્યા છીએ. અમે આ વાવોઝાડામાં અટવાયેલા લોકોને શોધી કાઢવા જઈએ છીએ. ઇયાન વાવાઝોડું ફ્લોરિડામાં દરિયાકિનારે ટકરાયું એ પછી કમસે કમ 103 મોતની પુષ્ટિ કરવામાં આવી છે.આ વાવાઝોડું ચોથી શ્રેણીનું હતું કે કલાકદીઠ 150 માઇલ (240 કિમી)ની ફૂંકાયું હતું.

ફ્લોરિડામાં મોટા પાયે જાનહાનિ થઈ છે, શેરિફ ઓફિસ દ્વારા તટીય ક્ષેત્રે 78 મોત થયાં છે, જ્યારે અન્ય નવ દેશોમાં 21નાં મોત થયાં છે, એમ રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી. નોર્થ કેરોલિનાના સત્તાવાળાઓએ કહ્યું હતું કે અહીં કમસે કમ ચાર લોકોનાં મોત થયાં છે. ઇયાન વાવાઝોડાએ એટલો ક્રૂર પ્રહાર કર્યો છે કે એણે પૂરા વિસ્તારને પાણીમાં ડુબાડ્યો છે. 20 લાખથી વધુ લોકોના ઘરે વીજકાપ થયો છે.