વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડની સરકાર આવતી 29 નવેમ્બરથી દેશના નાગરિકોને ફાઈઝર કંપનીની રસીના કોવિડ-19 બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશે.
આ બૂસ્ટર ડોઝ 18 વર્ષથી વધુની વયનાં એ તમામ નાગરિકોને મફતમાં આપવામાં આવશે જેમણે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ છ મહિના પહેલાં લઈ લીધા હશે. આ નાગરિકોએ સ્વદેશમાં કે વિદેશમાં ભલે ગમે ત્યાં બે ડોઝ લીધા હશે તો પણ એમને બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવશે.
