નોર્થ કોરિયાએ મિસાઈલ દ્વારા કર્યો એન્થ્રેક્સ ટેસ્ટ, જીવલેણ સાબિત થઈ શકે છે બેક્ટેરિયા

પ્યોંગયાંગ– એકપછી એક મિસાઈલ પરીક્ષણ કરીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને સતત પરેશાન કરી રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને હવે નવા પ્રકારનું મિસાઈલ પરીક્ષણ કર્યું હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આ મિસાઈલમાં એન્થ્રેક્સ બેક્ટેરિયા હોઈ શકે છે, જે માનવજાત માટે વધુ જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.
દક્ષિણ કોરિયાની જાસુસી સંસ્થાએ દાવો કર્યો છે કે, તેનો પાડોશી દેશ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યો છે. જેમાં એન્થ્રેક્સ પણ હોઈ શકે છે. સૂત્રોનું માનીએ તો નોર્થ કોરિયાની આ મિસાઈલની રેન્જમાં અમેરિકાનો પૂર્વ છેડો પણ આવી જાય છે.
 

બીજી તરફ જાપાનના અખબારે દાવો કર્યો છે કે, અમેરિકન સરકારને આ પરીક્ષણ અંગે પહેલેથી જ જાણકારી હતી. અને તેણે એ જાણવા પણ પ્રયાસ કર્યો હતો કે, ઉંચા તાપમાનમાં એન્થ્રેક્સના બેક્ટેરિયા સક્રિય રહે છે અથવા નહીં.

જોકે ઉત્તર કોરિયા દ્વારા આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવી તેને ફગાવી દેવામાં આવ્યા છે. છતાં અમેરિકા સાથે ઉત્તર કોરિયા બદલો તો લેશે જ તેમ નોર્થ કોરિયાએ જણાવ્વાયું છે.