WHOને મંકીપોક્સ હાલ વૈશ્વિક સંકટ જણાતું નથી

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે મંકીપોક્સ રોગચાળો વકરી રહ્યો છે અને હાલ 50 દેશોમાં ફેલાયો છે. સંસ્થા તેના ફેલાવા પર ચાંપતી નજર રાખી રહી છે, પરંતુ હાલને તબક્કે એને જાગતિક આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કરવાની જરૂર જણાતી નથી.

એક નિવેદનમાં WHOની ઈમર્જન્સી કમિટીએ કહ્યું છે કે મંકીપોક્સ પ્રકોપના ઘણાં પાસાં અસાધારણ છે. આફ્રિકા ખંડના અનેક દેશોમાં ઘણા વર્ષોથી મંકીપોક્સ રોગની અવગણના કરવામાં આવી હતી.