અસીમ મુનીર નિમાયા પાકિસ્તાનના નવા લશ્કરી વડા

354

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નવા લશ્કરી વડા તરીકે કોની નિમણૂક થશે તે વિશેની અટકળોનો અંત આવી ગયો છે. લેફ્ટેનન્ટ જનરલ સઈદ અસીમ મુનીરને જનરલ તરીકે બઢતી આપવામાં આવી છે.

આ નિમણૂક પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી છે. શરીફે લેફ્ટેનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન બનાવ્યા છે અને લેફ્ટેનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને ચીફ ઓફ આર્મી સ્ટાફ બનાવ્યા છે.