ઢાકાઃ બાંગ્લાદેશમાં ફરી એક વાર અશાંતિનો માહોલ સર્જાયો છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. શેખ હસીનાની વાપસીના સમર્થનમાં મોટી સંખ્યામાં ગાર્મેન્ટ કામદારો રસ્તા પર ઊતરી આવ્યા છે. હિંસા અને રાજકીય સંઘર્ષ ફરી શરૂ થયો છે. મધરાતે ઢાકામાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવ સ્થિત પૈતૃક ઘરને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની પ્રતિબંધિત અવામી લીગે ગુરુવારે ‘લોકડાઉન’નું એલાન કર્યા બાદથી આ હોબાળો શરૂ થયો છે.
ગોપાલગંજ સહિત અનેક સ્થળોએ તણાવ અને આગચંપી
અહેવાલ મુજબ શેખ હસીનાની પાર્ટીના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા છે. તેમણે 15 નવેમ્બર, 2026એ ગોપાલગંજમાં હિંસક પ્રદર્શન કરતાં પોલીસનાં વાહનો પર હુમલા કર્યા હતા. અહેવાલો અનુસાર અવામી લીગના સેંકડો કાર્યકરો ધારદાર હથિયારો અને ભાલા લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમણે પોલીસના વાહનમાં આગ લગાવવાની સાથે પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ઢાકામાં અનેક સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને આગચંપી તથા તોડફોડની ઘટનાઓ બની હતી.
યુનુસના પૈતૃક ઘરને આગ લગાવી
તોફાનીઓએ બાંગ્લાદેશના અલગ-અલગ વિસ્તારોમાં યુનુસની ગ્રામીણ બેંકની અનેક શાખાઓમાં આગ લગાવી હતી. આ ઉપરાંત તેમના ઘર પર પણ આગચંપી કરવામાં આવી હતી. અખબારોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર વડા પ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સાથે જોડાયેલા વિરોધી જૂથના કાર્યકરોએ રાત્રિના સમયે ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં ઘરો પર હુમલો કરીને આગ લગાવી દીધી હતી.
અવામી લીગના ‘લોકડાઉન‘ના એલાન બાદ હિંસા
અવામી લીગ દ્વારા ‘લોકડાઉન’નું એલાન કરવામાં આવ્યા બાદ આ સમગ્ર હોબાળો શરૂ થયો છે. પાર્ટીએ એવા સમયે લોકડાઉનનું એલાન કર્યું છે, જ્યારે ગયા વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. આ લોકડાઉન તે ચુકાદાની વર્ષગાંઠ નિમિત્તે જાહેર કરવામાં આવ્યું હતું.
#KhabarDuniyaKi | Bangladesh is once again witnessing widespread violence, with bomb blasts, arson and clashes reported across several districts. Attacks on police stations and political leaders’ homes, along with road blockades and workers’ protests, have intensified tensions.
Is the country heading towards another major political crisis?
Watch Full Program https://t.co/Md3LWStjbh
@CS_Joshii #KhabarDuniyaKiOnDD #Bangladesh #BangladeshViolence #Dhaka #SheikhHasina #AwamiLeague
— DD News (@DDNewslive) November 18, 2026
ઢાકામાં 565 લોકોની ધરપકડ
અહેવાલ અનુસાર, લોકડાઉન પહેલાં પોલીસે ઢાકામાં 24 કલાક ચાલેલા અભિયાન દરમિયાન 565 લોકોની ધરપકડ કરી હતી. તેમાં હસીનાની કેબિનેટના પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે.






