મુસ્લિમ દેશની કરન્સી પર ભગવાન ગણેશજીનો ફોટો, રસપ્રદ છે કારણ

નવી દિલ્હીઃ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ બધાં જાણે છે. આમ છતાં દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો છે કે જેની ચલણી નોટ પર ગણેજીનો ફોટો છપાયેલો છે. આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. આ દેશને દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ માનવામાં આવે છે. અહીંની કરન્સીનું નામ રુપિયાહ છે અને ભારતની મુદ્રાની જેમ જ પ્રચલિત છે. ઈન્ડોનેશિયામાં આશરે 87.5 ટકા વસ્તી ઈસ્લામ ધર્મને માને છે. ત્યાં માત્ર 3 ટકા હિન્દુ વસે છે. તો શા માટે ગણેશજી તેમની ઇકોનોમી સંભાળી રહ્યાં છે તે કારણ જાણવું રસપ્રદ છે.

 

ઈન્ડોનેશિયાની કરન્સીને રુપિયાહ કહેવામાં આવે છે. ત્યાં 20,000 રુપિયાની ચલણી નોટ પર ગણેશજીનો ફોટો છે. હકીકતમાં ભગવાન ગણેશજીને ઈન્ડોનેશિયામાં શિક્ષા, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.

ઈન્ડોનેશિયામાં 20 હજારની નોટ પર એકબાજુ ભગવાન ગણેશ અને બીજી બાજુ ક્લાસરુમનો ફોટો છપાયેલો છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે. સાથે જ નોટ પર ઈન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણપ્રધાનનો ફોટો પણ છે.

કહેવાય છે કે, થોડા વર્ષ પહેલાં ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ત્યાંના રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ખૂબ વિચાર કરીને 20 હજારની નવી નોટ જાહેર કરી, જેના પર ભગવાન ગણેશજીનો ફોટો છે. લોકોનું માનવું છે કે જ્યારથી ચલણી નોટ પર ભગવાન ગણેશનો ફોટો મૂકવામાં આવ્યો, ત્યારથી જ દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે.

આપને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં, ગણેશજી જ નહીં, પરંતુ ઈન્ડોનેશિયન આર્મીના મૈસ્કોટ હનુમાનજી મહારાજ છે અને ત્યાંના એફ ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ લાગેલી છે.