ચીનને ચેતવણીઃ દક્ષિણ ચીન સાગરમાં ભારતે 3 દેશની નેવી સાથે કર્યો અભ્યાસ

નવી દિલ્હીઃ ભારતીય નેવીએ વ્યાપારિક અને રણનૈતિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ એવા દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા, ફિલિપાઈન્સ અને જાપાનની નેવી સાથે અભ્યાસમાં ભાગ લીધો. આ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રથમ સંયુક્ત અભ્યાસ હતો.

આ સંયુક્ત અભ્યાસમાં ભારતીય વિધ્વંસક પોત આઈએનએસ કોલકત્તા અને ટેન્કર આઈએનએસ શક્તિ સહિત યૂએસ પૈસિફિક બેડાની એક ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક, જાપાની વિમાન વાહક શીપ ઈજુમો અને ફિલીપીનનું એંડ્રેસ બોનીફાસિઓ આ અભ્યાસમાં જોડાયું હતું.

ભારતીય નેવીએ આ અભ્યાસ મામલે ટ્વીટ કર્યું અને છ દિવસના આ અભ્યાસમાં શામેલ થયેલા જંગી જહાજોની તસવીરો પોસ્ટ કરી. સંયુક્ત સૈન્ય અભ્યાસને ચીન વિરુદ્ધ શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે જે થોડા વર્ષોથી દક્ષિણ ચીન સાગરમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. ચીને પોતાની વિસ્તારવાદી નીતિથી આ ક્ષેત્રના ઘણાં દેશોને નારાજ કર્યાં છે જેમાં યૂએસનો પણ સમાવેશ થાય છે.

દક્ષિણ ચીન સાગરમાં પોતાના બનાવેલા કૃત્રિમ દ્વીપો પર ચીન સૈન્ય અભ્યાસ કરતું રહે છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરના ક્ષેત્ર પર દાવાને લઈને ચીનનો વિયેતનામ અને ફિલિપાઇન્સ સાથે પણ વિવાદ છે.ચીનને જવાબ આપવા માટે યૂએસ નેવી પણ દક્ષિણ ચીન સાગરમાં સતત પેટ્રોલિંગ કરે છે અને ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશનને અંજામ આપે છે.

ભારતીય નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે.શર્માએ કહ્યું કે આ એક સંયુક્ત નૌસેન્ય અભ્યાસ પ્રતિભાગી દેશોની સેનાઓ સાથે ભાગીદારી મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સહયોગી દેશો સાથે સુરક્ષિત સમુદ્રી વાતાવરણ બનાવી રાખવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રામક અને વિસ્તારવાદી વલણનો ભારતે હંમેશા વિરોધ કર્યો છે. હિંદ મહાસાગરમાં રણનૈતિક પગલાંને આગળ વધારી રહેલા ચીન પર ભારતની નજર બનેલી છે અને આ જ કારણ છે કે ભારત, જાપાન, વિયેતનામ, સિંગાપુર, મ્યાંમાર અને ઈન્ડોનેશિયા જેવા દેશો સાથે સૈન્ય અભ્યાસ અને ટેક્નિક શેર કરવા સહિત સહયોગ વધારી રહ્યું છે.

યૂએસ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ સૈન્ય અભ્યાસના ઘણા અર્થો કાઢવામાં આવી રહ્યા છે. આ સપ્તાહે ટ્રંપ પ્રશાસને ચીની આયાત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી, જેનો જવાબ પણ ટેરિફ વધારીને આપવાની તૈયારીમાં છે.

યૂએસ, જાપાન અને ભારતના આ ક્ષેત્ર પર કોઈ દાવા નથી કરતા પરંતુ અપ્રત્યક્ષ રીતે તે આ દેશોના હિતોને પ્રભાવિત કરે છે. રણનૈતિક રુપથી અત્યંત મહત્વપૂર્ણ દક્ષિણ ચીન સાગરની વિશ્વના 30 ટકા વ્યાપાર થાય છે. આ સીવાય આમાં ઘણા તેલ અને ગેસ ભંડાર પણ મોજુદ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]