ઓઝોન લેયર આપણી સુરક્ષા કેવી રીતે કરે છે, જાણો…

નવી દિલ્હીઃ વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1994માં આ દિવસની જાહેરાત કરી હતી. પૃથ્વીના સંરક્ષણ માટે ઓઝોન બહુ મહત્ત્વપૂર્ણ છે. ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે. એને સંરક્ષિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ ફેકતાં એ લેયર કેન્દ્રીય સ્ટાર (તારા), સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી વિકિરણોથી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે. વિશ્વ ઓઝોન દિવસ 2021 પર આવો નજર નાખીએ ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યનાં વિકિરણોથી કેવી રીતે બચાવે છે.

આમ તો સૂર્યનો પ્રકાશ જીવનનું પોષણ કરે છે, એનો પ્રકાશ જીવનમાં ઊર્જા ભરી દે છે, પણ એનાં કિરણો જો ઓઝોન લેયર વિના સીધા પડે તો જીવન માટે હાનિકારક પણ છે. ઓઝોનનું લેયરના સુરક્ષા કવચ વિના પૃથ્વી પર કોઈ જીવન સંભવ નથી. ઓઝોન લેયર આપણી પૃથ્વીના જીવનને સંરક્ષિત કરવા માટે જરૂરી સંતુલન કરે છે.

1970ના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ ઓઝોન લેયરમાં એક હોલ હોવાની શોધ કરી હતી, જે ઓઝોન લેયર નબળું પાડતા ગેસોને કારણે પડ્યું છે. આ ગેસો રેફ્રિજરેશન અને એર કડિશનિંગ સહિત કુલિંગ ટેક્નોલોજીમાં હોય છે.આ ઓઝોન લેયરના રક્ષણાર્થે અનેક દેશોએ 1985માં વિયેના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે પૃથ્વીવાસીઓમાં ઓઝોનના મહત્ત્વ વિશે જાગરુકતા છેલ્લા થોડા દાયકાઓમાં વધી છે. હવે એની સુરક્ષા માટેની આવશ્યકતા હવે પહેલેથી ઘણી ગંભીર છે. પૃથ્વી પર જીવન સામે હવે અનેક પ્રકારનાં જોખમો છે, જે છેલ્લાં 100 વર્ષોમાં મનુષ્ય દ્વારા ઝડપથી ઓદ્યૌગિકીકરણ, જળવાયુ પરિવર્તન હવે મોસમની અનિશ્ચિતતા પેદા કરે છે, જેથી વિશ્વભરમાં જંગલોમાં આગ, પૂરપ્રકોપ અને પૃથ્વીના તાપમાનમાં વધારો વગેરેને કારણે ઓઝોન લેયર પર પ્રતિકૂળ અસરો પાડે છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]