હોંગકોંગના રણમેદાનમાં ડ્રેગન અને અંકલ સેમ સામસામે

નવી દિલ્હીઃ હોંગકોંગમાં ભારે મતદાન વચ્ચે પ્રશ્ન એ છે કે ત્યાં લોકતંત્રની જ્વાળા ખતમ થઈ ગઈ છે. શું લોકતંત્ર માટે છ મહિના પહેલા શરુ થયેલું હિંસક આંદોલનનો દોર ખતમ થઈ જશે? આ ચૂંટણીમાં ભારે મતદાનને લઈને હોંગકોંગ સરકાર ભલે પોતાની પીઠ થાબળે. ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાનને કેરી લેમ પ્રશાસનની સફળતા માનવામાં આવી રહી છે. પરંતુ હોંગકોંગ સરકારની મુશ્કેલીઓ હજી પૂરી થઈ નથી. હોંગકોંગમાં હવે આ સંઘર્ષ વધારે રસપ્રદ બની ગયો છે. આમાં હવે અમેરિકાએ ઝંપલાવતા અહીંયા લડાઈ બેજિંગ અને વોશિગ્ટન વચ્ચે સીધી જ શરુ થઈ ગઈ છે. અમેરિકા એ જ ફિરાકમાં હતું કે તેને ચીનમાં હસ્તક્ષેપ કરવાની તક મળે. આ મામલે હોંગકોંગ સમસ્યા તેના માટે યોગ્ય હથિયાર છે.

હોંગકોંગ મામલે ચીન ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહ્યું છે. તેણે અત્યારસુધી આ આંદોલન પર સીધો હસ્તક્ષેપ નથી કર્યો. હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોનું આંદોલન તેના માટે ધૈર્યની નવી પરિક્ષા પણ છે. પરંતુ હોંગકોંગ સરકારે જે રીતે આ આંદોલનને દબાવવા માટે પોલીસનો સહારો લીધો છે તેનાથી અમેરિકાનો રસ વધી ગયો છે. હોંગકોંગ આંદોલનમાં અમેરિકા જે રસ લઈ રહ્યું છે તેનાથી ચિન નારાજ છે. આ બાબતે અમેરિકી પ્રશાસનને સાવચેતી પણ આપી ચૂક્યું છે. ચીનનું માનવું છે કે હોંગકોંગની સમસ્યા એ ચીનનો આંતરિક મામલો છે. આના પર અમેરિકાએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ.

પરંતુ હોંગકોંગમાં અમેરિકી હસ્તક્ષેપના કારણે આ વોશિંગ્ટન અને બેજિંગ માટે રણનું નવું ક્ષેત્ર બની ગયું છે. ચીને અમેરિકાને સ્પષ્ટ કહ્યું છે કે હોંગકોંગમાં અમેરિકાની દખલઅંદાજીથી રાજનૈતિક અસ્થિરતા ઉત્પન્ન થશે. આ વૈભવપૂર્ણ હોંગકોંગ માટે શુભ નહી હોય. ચીને કહ્યું કે અમેરિકી દખલઅંદાજીને સહન નહી કરવામાં આવે. ચીને ચેતવણીની સૂરમાં કહ્યું હતું કે અમેરિકાએ આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.