લિયોન (ફ્રાન્સ)/નવી દિલ્હી – પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં હાલ તપાસ કરી રહેલી ભારતીય એજન્સીઓને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)એ કહ્યું છે કે ભાગેડૂ જ્વેલર મેહુલ ચોક્સી અમેરિકામાં નથી.
ચોક્સી નીરવ મોદીના મામા છે.
દરમિયાન, ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓની એક ટૂકડી નીરવ મોદીને પકડવા માટે સિંગાપોર પહોંચી ગઈ છે.
નીરવ મોદી સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરી છે.