અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે ખાસ્સા ઉત્સાહિત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે કેટલા ઉત્સાહિત છે. એ વાત તેમના એક ટ્વીટથી જાણી શકાય છે. તેમણે ટ્વીટ કરીને ભારત પ્રવાસ માટે આ વાત કરી હતી. જોકે તેમનો આ ઉત્સાહ ત્યાંના ભારતીય મતદાતાઓને આકર્ષવા માટેનો છે. અમેરિકા ચૂંટણીઓ આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે. જેથી ટ્રમ્પ ખાસ્સો ઉત્સાહ બતાવી રહ્યા છે.  ટ્રમ્પ 24-25મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. એ માટે તેઓ ખાસ અમદાવાદથી  ભારત પ્રવાસની શરૂઆત કરવાના છે.અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું કે મને લાગે છે કે આ બહુ સન્માનજનક વાત છે? માર્ક ઝુકરબર્ગે  હાલમાં જ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર પ્રથમ ક્રમાંકે છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. જોકે ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બે સપ્તાહમાં ભારત આવી રહ્યો છું. હું આ પ્રવાસ માટે ઘણો ઉત્સુક છું.

PM મોદીએ ટ્વીટ કરીને ભારત પ્રવાસનું સ્વાગત કર્યું

આ પહેલાં વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને ભારતના પ્રવાસનું સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ કરવા માટે બહુ ખુશ છે. અમારા માનવંતા અતિથિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

22 કિલોમીટરનો લાંબો રોડ શો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના શહેર અમદાવાદમાં 24 ફેબ્રઆરીએ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે. શહેરના મેયર બિજલ પટેલે આ માહિતી આપતાં કહ્યું હતું કે આ રોડ શોમાં 50,000 લોકો સામેલ થવાની સંભાવના છે.