કોરોનાને પગલે ફેસબુકે રદ કરી ગ્લોબલ માર્કેટિંગ સમિટ: ચીનમાં મૃત્યુઆંક 1500ને પાર

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સૈન ફ્રાન્સિસ્કોમાં ફેસબુકે તેમની ગ્લોબલ માર્કેટીંગ સમિટને રદ કરી દીધી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સૈન ફ્રાન્સિસ્કો ક્રોનિકલમાં એક રિપોર્ટ અનુસાર, ફેસબુકે અહીં 9થી12  માર્ચ દરમ્યાના યોજાનારા કાર્યક્રમને રદ કરી દીધો છે. આ સમિટમાં 5000થી વધુ લોકો સામેલ થવાની શક્યતા હતી.

આ ઉપરાંત આઈબીએમ એ કહ્યું કે, તેમણે 24થી 28 ફેબ્રુઆરી સુધી આરએસએ સાયબર સ્પેસ સમ્મેલનમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો. જોકે, આરએસએ કહ્યું કે તે કાર્યક્રમને રદ નહીં કરે. આ પહેલા ફ્લેગશિપ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2020 સમ્મેલન રદ થઈ ગયું હતુ. આ કાર્યક્રમ બાર્સેલોનામાં યોજાવાનો હતો.

ચીનમાં કોરોનાના વાઈરસને પગલે કુલ મૃત્યુંઆંક 1523 પર પહોંચ્યો છે. દર્દીઓની સંખ્યા 66,492 થઈ ગઈ છે. દેશના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે આ માહિતી આપી હતી. 2641 નવા મામલા શુક્રવારે સામે આવ્યા. તો 1373 દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

થાઈલેન્ડમાં કોરોના વાઈરસનો વધુ એક નવો કેસ નોંધાયો છે. જાન્યુઆરીથી દેશમાં અત્યાર સુધી 34 કેસો સામે આવ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર એક 35 વર્ષીય થાઈ મહિલા આ વાઈરસથી પીડિત છે, જે એક ચિકિત્સાકર્મી છે.

ચીનમાં શુક્રવારે 143 લોકોના મોત

ચીનમાં શુક્રવારે 143 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વાઈરસનું કેન્દ્ર રહેલું હુબેઈમાં 139 લોકોના મોત થઈ ગયા છે. ડિસેમ્બરમાં અહીં પ્રથમ મામલો સામે આવ્યો હતો. ત્યારપથી વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનો વાઈરસના મામલાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત હેનાનમાં બે, બેઈજિંગ અને ચોંગકિંગમાં એક-એક લોકોના મોત થયા તો 2277 નવા શંકાસ્પદ કેસો સામે આવ્યા.

શુક્રવારે ચાઈના સરકારે હુબેઈ પ્રાંતને બાદ કરતા સમગ્ર દેશમાં કોરોના વાઈરસ બિમારીમાં ઘટડો થયો હોવાની જાણકારી આપી. આ દરમ્યાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના માહામારીની દેખરેખ, વિશ્લેષણ, ટ્રેસિંગ અને ઉપચાર માટે બિગ ડેટા, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]