કોરોના વિશે એલર્ટ આપશેઃ ગૂગલ-એપલ લાવશે નવી એપ

વોશિંગ્ટનઃ ગૂગલ અને એપલે એક એવી ટેક્નોલોજી લોન્ચ કરી દીધી છે જેનાથી કોરોના વાઈરસ માટે એલર્ટ આપતી એક એપ તૈયાર થઈ શકે છે. હવે અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશો સોફ્ટવેરનો ઉપયોગ કરીને એપ તૈયાર કરવામાં લાગ્યા છે. આ ટેક્નોલોજીથી તૈયાર થનારી એપ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવતાં પહેલાં એપ યૂઝરને કરવાવાળાને સતર્ક કરશે.

એપલના CEO ટીમ કૂકે ટ્વીટ કર્યું

એપલના CEO ટીમ કૂકે ટ્વિટર પર લખ્યું છે કે અમારી ટેક્નોલોજી આરોગ્ય અધિકારીઓને કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ કરશે. અમે ગૂગલની સાથે મળીને એક્સપોઝર નોટિફિકેશન ટેક્નોલોજી તૈયાર કરી છે. અમે આ ટેક્નોલોજીને જલદી યુઝર્સ સુધી પહોંચાડીશું અને એ યુઝર્સના ડેટાને પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખશે.

ગૂગલના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કર્યું

ગૂગલના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે આ ટેક્નોલોજીને એપલની સાથે મળીને બનાવી છે. ઉપલબ્ધ એપ આરોગ્ય કર્મચારીઓના સંક્રમણને શોધવામાં મદદ કરશે. અમારો હેતુ લોકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખતાં વાઇરસના જોખમ સામે લડવાનો છે.

કેવી રીતે કામ કરશે આ ટેક્નોલોજી

આ ટેક્નોલોજી વાયરલેસ ટેક્નોલોજી બ્લુટ્રુથ પર કામ કરશે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને સરકારી સંસ્થા અથવા આરોગ્ય એજન્સીઓ પોતાની એપ તૈયાર કરી શકે છે, જેનાથી કોરોના સંક્રમિતો લોકોની ઓળખ કરવામાં મદદ મળશે.

આ ટેક્નોલોજીથી તૈયાર એપને ગૂગલ અથવા એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. એક આંકડા મુજબ વિશ્વભરમાં 380 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]