વિશ્વના ટોપ-10 એરપોર્ટ્સની યાદીમાં ભારતનું એકેય નહીં

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વના ટોપ-10 એરપોર્ટના આ લિસ્ટમાં ભારતનું એકપણ એરપોર્ટ સ્થાન મેળવવામાં સફળ થયું નથી. ટોપ-20 એરપોર્ટ્સમાં એકમાત્ર દિલ્હી એરપોર્ટના નામનો સમાવેશ થયો છે. જો કે, એર ટ્રાફિક ગ્રોથના દ્રષ્ટિકોણથી દિલ્હી એરપોર્ટની રેંક પણ ડાઉન ગઈ છે.

વર્ષ 2019 માં વિશ્વનું કયું એરપોર્ટ સૌથી વ્યસ્ત રહ્યું? કયા એરપોર્ટથી સૌથી વધારે વિમાનોનું આવાગમન થયું અથવા તો પછી કયા એરપોર્ટથી સૌથી વધારે યાત્રીઓએ હવાઈ યાત્રા કરી, આના ડેટા એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કાઉન્સિલે વર્લ્ડવાઈડ એર ટ્રાફિકમાં ગ્રોથ દર્શાવ્યો છે, પરંતુ ભારતના મામલામાં આ ગ્રોથ નકારાત્મક રહ્યો છે. હકીકતમાં વર્ષ 2019 ના ફેબ્રુઆરી માસમાં જ દેશની બીજી મોટી એરલાઈન જેટ એરવેઝ બંધ થઈ ગઈ હતી. બાદમાં મોટાભાગના એરપોર્ટ્સ પર એર ટ્રાફિકમાં નેગેટિવ ગ્રોથ દેખાયો હતો.

વાત યાત્રીઓના ધસારાની હોય કે પછી વિમાનોના આવાગમનની, બંન્ને મામલાઓમાં ભારતના મોટાભાગના એરપોર્ટ પર કંઈ ખાસ વધારો નથી થયો. હકીકતમાં જેટ એરવેઝની ભરપાઈ કરવા માટે કોઈ અન્ય મોટી એરલાઈન પણ સામે નથી આવી શકી. આ જ કારણ રહ્યું કે, દેશના સૌથી વ્યસ્ત દિલ્હીના ઈન્દીરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિમાનોનું આવાગમન અને યાત્રીઓની સંખ્યા વર્ષ 2018 ની સરખામણીએ ઓછી રહી છે.

  • અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ સૌથી વ્યસ્ત રહ્યુંઃ 11.05 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • ચીનનું બેજિંગ એરપોર્ટ બીજા નંબર પરઃ 10 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • અમેરિકાનું લોસ એન્જલસ એરપોર્ટ ત્રીજા નંબર પરઃ 08.80 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • દુબઈ એરપોર્ટ ચોથા નંબર પરઃ 08.63 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • જાપાનનું ટોક્યો એરપોર્ટ પાંચમા નંબર પરઃ 8.55 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • ભારતનું દિલ્હી એરપોર્ટ 17 મા નંબર પરઃ 6.84 કરોડ યાત્રીઓએ યાત્રા કરી
  • વર્ષ 2018 ની તુલનામાં 2 ટકા યાત્રીઓની સંખ્યા ઓછી થઈ. ગત વર્ષે 12 મો રેંક હતો
  • વિમાનોના આવાગમનના મામલે દિલ્હી એરપોર્ટ 16મા નંબર પર રહ્યું છે
  • દિલ્હી એરપોર્ટથી વર્ષ 2019 માં 4.66 લાખ વિમાનોનું આવાગમન થયું
  • વર્ષ 2018 ની તુલનામાં વિમાનોનું આવાગમન 3 ટકા ઓછું થયુંએરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે એ અનુમાન પણ વ્યક્ત કર્યું છે કે, કોરોના મહામારીના કારણે વર્ષ 2020 માં એર ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થશે. આખા વિશ્વમાં આ વર્ષ 2.6 અબજ યાત્રીભાર ઓછો થયાનું અનુમાન છે. આ સિવાય રેવન્યૂની વાત કરવામાં આવે તો, એવિએશન સેક્ટરને આ વર્ષે 97 અબજ અમેરિકી ડોલરનું નુકસાન થશે. આ વર્ષના પ્રથમ ત્રીમાસિક ગાળામાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ગત વર્ષના પ્રથમ ત્રીમાસિક ગાળાથી તુલનાત્મક રુપથી યાત્રીભારમાં ખૂબ નુકસાન જોવા મળ્યુ છે. ચીનના બેજિંગ એરપોર્ટ પર 62.6 ટકા યાત્રીભાર ઓછો રહ્યો હતો. તો દિલ્હી એરપોર્ટ પર પણ 7.1 ટકાની કમી જોવા મળી હતી. કુલમળીને હવાઈ યાત્રાના દ્રષ્ટીકોણથી વર્ષ 2020 એરલાઈન્સ માટે નુકસાનકારક સાબિત થશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]