પેરિસઃ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયને વધારવાની દેશના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન સરકારની હિલચાલ સામેના વિરોધમાં કર્મચારીઓના સંગઠનોએ સાથે મળીને આવતી 31 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળ પાડવાનું એલાન કર્યું છે.
કર્મચારીઓના આઠ મોટા યૂનિયનો આ હડતાળ માટે એકત્ર થયા છે. સરકાર ઝૂકી જાય અને તેનો નિર્ણય પાછો લે એ માટે કર્મચારીઓ હડતાળના દિવસે દેશવ્યાપી સામુહિક વિરોધ-દેખાવો પણ યોજશે. સરકારનું કહેવું છે કે પેન્શન પદ્ધતિને આર્થિક રીતે વ્યવહારુ રાખવા માટે નિવૃત્ત વય વધારવાની જરૂર છે. પરંતુ કર્મચારીઓને આ નિર્ણય એમના અધિકારો પર તરાપ સમાન જણાય છે.