ઓમાનમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ભારતીય પરિવારના 4 સભ્યોના મૃતદેહો મળ્યાં, 2ની શોધખોળ ચાલુ

દુબઈ- ઓમાનમાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી ચાર ભારતીયોના મૃતદેહો મળી આવ્યાં છે. બચાવ અધિકારીઓએ મૂશળધાર વરસાદ પછી ગુમ થયેલા એક ભારતીય આરોગ્ય દેખરેખ કાર્યકર્તાના પરિવારના 6 સભ્યોની શોધખોળ માટે ઝૂંબેશ હાથ ધરી હતી આ દરમિયાન આ 4 મૃતદેહો મળી આવ્યાં છે.

ગલ્ફ ન્યુઝ અનુસાર, રોયલ ઓમાન પોલીસે (ROP) જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસી પરિવારના છ સભ્યોની શોધખોળ કરી રહ્યાં છીએ બચાવ દળને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી આ પરિવારના 4 સભ્યોના મૃતદેહો મળ્યાં છે.  ભારતીય આરોગ્ય દેખભાળ કાર્યકર્તાનો પરિવાર શનિવારે મસ્કટથી અંદાજે 200 કિલોમીટર દૂર વાદી બાની ખાલિદમાં પિકનિક મનાવી રહ્યો હતો. આ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદને કારણે તેમની આ પરિવાર તેમની ગાડીમાં જ ફસાઈ ગયો હતો.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પરિવારના મોભી ગાડીની બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં અને તેમણે એક ઝાડ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ વ્યક્તિના માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો ત્યારથી ગૂમ થયા હતાં.  પોલીસે કહ્યું કે, બચાવ દળો બે અન્ય ગૂમ થયેલા સભ્યોની શોધખોળ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓમાનમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર અવરોધો ઉભા થયાં છે અને અનેક લોકો ફસાયા છે.