બ્યુનોર્સ એર્સઃ આર્જેન્ટિનાના હેલ્થ મંત્રાલયે એક અભ્યાસને આધારે દાવો કર્યો હતો કે Sputnik V બધી રસીઓમાં સૌથી વધુ સુરક્ષિત છે. મંત્રાલયને ટ્વીટમાં લખ્યું હતું કે Sputnik V સંબંધિત એક પણ મોત નોંધાયું નથી. આ સિવાય Sputnik V લગાવ્યા પછી એની બહુ થોડી આડઅસર જોવા મળી છે. મંત્રાલય મુજબ આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સ પ્રાંતમાં લગાવવામાં આવી રહેલી બધી કોવિડ-19 રસીમાં Sputnik V સૌથી વધુ સુરક્ષિત બનીને ઊભરી છે. અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે રસી લેનારા 47 ટકા લોકોને તાવ, 45 ટકા શિરદર્દ, 39.5 ટકાને માંસપેશીઓ અને સાંધાઓમાં દુખાવો અને 46.5 ટકા રસીવાળી જગ્યાએ દર્દ, જ્યારે 7.4 ટકા લોકોને સોજો જેવી મામૂલી અસરનો સામનો કરવો પડ્યો હતો.
28 લાખને રશિયાની રસી
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અભ્યાસ 29 સપ્ટેમ્બર, 2020થી ત્રીજી જૂન, 2021 દરમ્યાન કરવામાં આવેલા રસીકરણના રેકોર્ડ પર આધારિત છે. આ સમયમાં બ્યુનોસ એર્સમાં Sputnik Vના 28 લાખ, સાઇનોફોર્મના 13 લાખ અને એસ્ટ્રાઝેનકાની રસીના નવ લાખ ડોઝ લગાવવામાં આવ્યા હતા. ત્રણ રસીથી પ્રતિ 10 લાખ લાભાર્થીમાં ગંભીર આડઅસર થવાના 0.7, 0.8 અને 3.2 ટકા મામલા સામે આવ્યા હતા. 29 ડિસેમ્બર, 2020થી ત્રણ જૂન, 2021ની વચ્ચે આ અભ્યાસનો ઉદ્દેશ રસીના ડોઝ લાગ્યા પછી લક્ષણોને માલૂમ કરવાનો હતો.
રશિયાની કોરોનાની રસી Sputnik Vને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. દેશમાં Sputnik Vના ભાગીદાર ડોક્ટર રેડ્ડીએ જણાવ્યું હતું કે રશિયાની રસી દેશના નવ શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના સંક્રમણથી બચાવમાં રશિયાની રસી સૌથી વધુ અસરકારક છે, જેનો દર 96.6 ટકા છે.