ન્યૂયોર્કઃ દુનિયાના નંબર-1 શ્રીમંત અને ટેસ્લા કંપનીના સ્થાપક-સીઈઓ ઈલોન મસ્કની ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી) પુત્રી હાલમાં જ 18 વર્ષની થઈ. અખબારી અહેવાલો અનુસાર, એણે અદાલતને વિનંતી કરી છે કે પોતે એની અટક બદલવા માગે છે, કારણ કે પોતે એનાં જૈવિક પિતા સાથે હવે વધારે સંબંધ રાખવા ઈચ્છતી નથી.
મસ્કની આ પુત્રીનું અગાઉનું નામ હતું ઝેવિયર એલેક્ઝાંડર મસ્ક. એણે કોર્ટને વિનંતી કરી છે કે પોતાની લિંગ ઓળખને પુરુષમાંથી મહિલામાં બદલવા દેવા અને પોતાને નવું નામ નોંધાવવાની પરવાનગી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ઝેવિયર મસ્ક અને એમના પ્રથમ પત્ની જસ્ટિન વિલ્સનની પુત્રી છે. એણે પોતાનાં નવા નામમાંથી મસ્ક અટક પડતી મૂકી છે અને માતાની અટક – વિલ્સન જોડી છે.