વોશિંગ્ટનઃ અમેરિકાનો પ્રથમ પરિવાર ભારતને પ્રેમ કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પુત્રી ઇવાન્કા અને પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ભારત માટે ઘણુંબધું વિચારે છે. હું ભારતને જાણું છું અને મારાં સંતાનોની લાગણી સમજું છું. તેમના ભારત સાથેના સંબંધો ખૂબ સારા છે અને તેઓ પણ જાણે છે કે મારા પણ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, એમ ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું.
ટ્રમ્પે અમેરિકાના ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખનારા અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં પોતાને ‘સૌથી સારા મિત્ર’ ગણાવ્યા હતા. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તેમના પરિવારના ત્રણ સભ્યો 2020ની ચૂંટણી લડવાના છે, ત્યારે ભરતીય- અમેરિકન સમુદાયની ભૂમિકા મહત્ત્વની રહેશે.
શું ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને ઇવાન્કા ટ્રમ્પ જે ભારતીય-અમેરિકનોમાં વધુ લોકપ્રિય છે, તેઓ ભારતીય અમેરિકનો તમારા તરફથી ચૂંટણીપ્રચાર કરશે, એમ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો. હું સારી સંવેદનાઓની કદર કરું છે. તેઓ (ડોન જુનિયર અને ઇવાન્કા) ભારત વિશે વધુ વિચારે છે અને એટલા માટે હું અને તમારા વડા પ્રધાન મોદી ભારત માટે બહુ વિચારે છે, એમ ટ્રમ્પે પ્રત્યુત્તર આપ્યો હતો.
2016ની ચૂંટણીમાં ટ્રમ્પ પરિવાર ભારતીય-અમેરિકી સમુદાયની સુધી પહોંચ્યો હતો. ખાસ કરીને વર્જિનિયા, પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં ઇવાન્કા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર –બંને પોતાના પુત્ર એરિક અને વહુ લારા ટ્રમ્પ સાથે પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે સમુદાયના સભ્યો સાથે બેઠક કરી હતી અને હિન્દુ મંદિરોની પણ મુલાકાત કરી હતી.
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી ઇવાન્કા ટ્રમ્પ પરિવારની પહેલી સભ્ય હતી, જેણે 2017માં ભારતમાં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમીટમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાછલા ડિસેમ્બરમાં લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાય માટે એક વિશેષ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેમણે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે ભારતને શુભકામનાઓ આપી હતી.