દક્ષિણ પ્રશાંત-મહાસાગરમાં ભૂકંપઃ કોઈ જાનમાલનું નુકસાન નહીં

વેલિંગ્ટનઃ દક્ષિણ પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે ઓસ્ટ્રેલિયા અને ફિજી અને ન્યુ ઝીલેન્ડ સુનામીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે, એમ સત્તાવાળાએ કહ્યું હતું. એનું કેન્દ્ર લોયલ્ટી દ્વીપના દક્ષિણ-પૂર્વમાં 10 કિલોમીટર ઊંડાણમાં હતું. આ ભૂકંપ પછી ન્યુ ઝીલેન્ડ, ન્યુ કેલેડોનિયા, વાનુતુના દરિયાકિનારા પર 0.3થી એક મીટર કરતાં વધુના દરિયાઈ મોજાં ઊછળવાની શક્યતા અમેરિકા સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે વ્યક્ત કરી હતી. જે પછી બધા દેશોમાં ઇમર્જન્સી સહાયતા એજન્સીઓ અલર્ટ પર છે. જોકે આ ભૂકંપનું મહાસાગરમાં આવ્યો હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

યુએસ જિયોલોજિકલ સર્વેએ આ ભૂકંપ 7.9 અને 7.5ની વચ્ચે આવ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ એ પછી ભૂકંપ 7.7ની તીવ્રતાનો હોવાની પુષ્ટિ કરી હતી. સર્વેએ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર ન્યુ કેલેડોનિયામાં વાઓથી આશરે 415 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું.

ન્યુ ઝીલેન્ડે ભૂકંપ પછી સમુદ્રની આસપાસ રહેતા લોકોને ચેતવણી જારી કરી છે. ફિજી, ન્યુ ઝીલેન્ડ અને વાનુતુના દરિયાકિનારા પર સુનામીની શક્યતા છે. ઓસ્ટ્રેલિયા, કુક આઇલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિત અન્ય દેશો માટે પણ દરિયાઈ મોજાં ઊછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપથી કોઈ પણ જાતના જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]