કેફી પદાર્થોના વેપારીઓને મોતની સજા કરવાનો ટ્રમ્પનો અનુરોધ

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ડ્રગ્સના ડીલર્સ (કેફી દ્રવ્યોનો વેપાર કરનારાઓને) વર્તમાન કાયદાઓ અંતર્ગત જ મોતની સજા સહિત વધારે કડક સજા કરવાનો અનુરોધ કર્યો છે.

વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, ટ્રમ્પ સરકાર દેશમાં વ્યાપી ગયેલા નશીલા પદાર્થોના દૂષણનો સામનો કરવા માટે આદરેલા પ્રયાસોના એક ભાગરૂપે મોતની સજાનો અનુરોધ કર્યો છે.

અમેરિકામાં એકલા 2016માં જ માદક દ્રવ્યોના દૂષણે 40 હજારથી વધુ લોકોના જાન લીધા હતા.

પ્રમુખ ટ્રમ્પે બાદમાં 2017ના વર્ષમાં નશીલા પદાર્થોના દૂષણને દેશવ્યાપી જાહેર આરોગ્ય તાકીદ તરીકે ઘોષિત કર્યું હતું.