નવી દિલ્હીઃ કોણ કેટલું જીવશે એ કોઈ નથી કહી શકતું. કોની જિંદગી ક્યારે પૂરી થઈ જશે એ કોઈ નથી જણાવી શકતું. કદાચ આ વાત હવે બદલાઈ જશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં એટલી શક્તિ છે કે કોઈ વ્યક્તિની વયની ગણતરી કરી શકે. ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ ડેન્માર્ક (DTU)ના રિસર્ચે AIથી લેસ એક પ્રિડિક્ટર વિકસિત કર્યું છે.
તેમનો દાવો છે કે એ કોઈ પણ વ્યક્તિની વયની ગણતરી બહુ સટિક કરી શકે છે. આ AI Life2vec સિસ્ટમને ચેટGPTનો આધાર બનાવવામાં આવ્યો છે. વયના કેલક્યુલેશન માટે એ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય અને આવક જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરે છે. આ AI મોડલને ડેન્માર્કના લોકો પર પોતાના કૌશલનું પરીક્ષણ કર્યું હતું. 2008થી માંડીને 2020ની વચ્ચે આશરે 60 લાખ લોકોના આરોગ્ય અને લેબર માર્કેટનો ડેટાનું પૃથક્કરણ કરીને એણે 78 ટકાના મૃત્યુ વિશે એકદમ સટિક જણાવ્યું હતું.
આ અભ્યાસના લીડ લેખક સન લેહમેન (Sune Lehmann)એ એક અમેરિકી મિડિયાને જણાવ્યું હતું કે એ કામમાં ચેટGPTની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાં વ્યક્તિના જીવનના વિવિધ પગલં પર કેવા-કેવા વળાંક આવ્યા, એને જોડીને જ ડેથ પ્રિડિક્શન કરવામાં આવે છે. આ ટેક્નિકની મદદથી વ્યક્તિ જીવનમાં ઊંડાઈથી છણાવટ કરીને સફળતા અથવા ફેશન સેન્સ વિશે અંદાજ પણ લગાડે છે. એ વ્યક્તિની વય વિશે જણાવે છે જે વ્યક્તિ વિશે એણે પૃથક્કરણ કર્યું છેઅને તેની વય કેટલી હતી.?