ફેસબુક પછી લિન્ક્ડઇનના 50-કરોડ યુઝર્સનો ડેટા લીક

નવી દિલ્હીઃ ફેસબુકના 53.3 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી માઇક્રોસોફ્ટના પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્કડઇન (LinkedIn)ના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ 50 કરોડ યુઝર્સના ડેટાને ઓનલાઇન વેચવામાં આવી રહ્યો છે, એમ એક અહેવાલ કહે છે.

અહેવાલ અનુસાર એક હેકર ગ્રુપ આ યુઝર્સના ડેટામાંથી તેમની પ્રોફાઇલ ચોરીને ઓનલાઇન વેચી રહ્યું છે, જેમાં યુઝર્સના ડેટાને ઓનલાઇન વેચવામાં આવી રહ્યો છે, એમાં તેમનાં પૂરાં નામ, એડ્રેસ, ઓન નંબર, ઈમેઇલ, આઇડી, વર્કપ્લેસ, ઇન્ફોર્મેશન તથા અન્ય કેટલીક માહિતી ઓનલાઇન વેચવામાં આવી રહી છે.

સાઇબર ન્યૂઝના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. યુઝર્સના આ ડેટાને હેકર ગ્રુપ બે મિલિયન ડોલરની કિંમતે વેચી રહ્યો છે. આવનારા સમયમાં આ રકમમાં વધારો થઈ શકે છે. હેકર ગ્રુપ આ 50 કરોડ યુઝર્સની માહિતી બિટકોઇનના રૂપમાં વેચે એવી શક્યતા છે.

હેકર્સ અપડેટેડ લિન્કડઇન પ્રોફાઇલને વેચે છે કે નહીં- એ વાતની પુષ્ટિ નથી થઈ. કંપનીનું કહેવું કે બ્રીચમાં ડેટા સામેલ છે, જેને જાહેર સ્વરૂપે જાઈ શકે છે.

કંપનીએ કહ્યું હતું કે યુઝર્સે પોતાના ડેટા માટે અમારી વિશ્વાસ દર્શાવ્યો છે, એના પર વિશ્વાસને કાયમ રાખવા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.કંપનીનું એ પણ કહેવું છે કે એ ડેટા બ્રીચ લિન્ક્ડઇનથી સ્ક્રેપ કરવામાં આવ્યો છે. લિન્ક્ડઇના કોઈ ખાનગી યુઝર અકાઉન્ટ ડેટા એમાં સામેલ નથી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]