કેનેડામાં કોરોનાના નવા-ચેપ ફેલાતાં નવા કેસ વધ્યા

ઓટાવાઃ કેનેડામાં ચેપી બીમારી કોરોનાવાઈરસના નવા પ્રકાર ઝડપથી ફેલાતાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર વ્યાપી છે. શનિવાર બપોર સુધીમાં, કેનેડાભરમાં નવા પ્રકારના કુલ 30,108 કેસ નોંધાયા હતા. આમાં B.1.1.7 પ્રકારના ચેપના 28,624 કેસ, P.1 પ્રકારના 1,133 કેસ અને B.1.351 પ્રકારના 351 કેસ નોંધાયા હતા. B.1.1.7 પ્રકારનો ચેપ કેનેડાના તમામ પ્રાંતમાં ફેલાયો છે.

અનેક નવા ચેપને કારણે કેનેડામાં કોરોનાના નવા 5,986 કેસ નોંધાયા છે. આ સાથે કેસોની કુલ સંખ્યા વધીને 10,51,246 થઈ છે. કુલ મરણાંક 23,282 છે.