નવી દિલ્હીઃ અમેરિકા જ્યાં પોતાના ત્યાં આવનારા લોકો માટે વિઝાના નિયમોને કડક કર્યા છો તો કેનેડાએ દિલ ખોલીને ભારતીય ટેલેન્ટને પોતાના ત્યાં તક આપવા માટે તૈયારી કરી છે. કેનેડા ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ નામનો એક સ્થાયી પ્રોગ્રામ શરુ કરવા જઈ રહ્યું છે, આના દ્વારા લોકોને સરળતાથી કામ કરવાની તક પ્રાપ્ત થશે. કેનેડાની આ યોજનાથી કેનેડામાં કરવા ઈચ્છુક વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, એન્જિનિયરિંગ અથવા ગણિત બેકગ્રાઉન્ડ લાળા લોકોને મોટો ફાયદો થશે. આ સાથે જ અમેરિકામાં રહેનારા ભારતીય પણ આનો ફાયદો ઉઠાવી શકે છે.
આ યોજના અંતર્ગત નોકરી આપનારા સીલેક્ટર્સ દ્વારા આવેલી અરજીઓને બે સપ્તાહમાં નિપટાવવામાં આવશે. આનો વધારે ફાયદો એ મળશે કે જે લોકોને જીટીએસ યોજના અંતર્ગત નોકરીઓ મળશે અને તેઓ ન માત્ર કેનેડામાં વર્ક એક્સપીરિયન્સ લેશે પરંતુ તેમને એક્સપ્રેસ એન્ટ્રી રુટ અંતર્ગત સ્થાયી નાગરિકતા પ્રાપ્ત કરવામાં પ્રાથમિકતા પ્રાપ્ત થશે. એક્સપ્રેસ ઈન્ટ્રી રુટ એક પોઈન્ટ-બેઝ્ડ સિસ્ટમ છે.
વર્ષ 2017 દરમિયાન કુલ 86,022 ઈનવીટેશન્સ મોકલવામાં આવ્યા , અને આમાંથી 42 ટકા એવા લોકો હતા, કે જેમની પાસે ભારતીય નાગરિકતા હતી. કેનેડા ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશિપ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2018 દરમિયાન ભારતીયોને 41,000 ઈન્વાઈટ્સ મોકલવામાં આવ્યા જે 13 ટકા વધારો દર્શાવે છે.
કેનેડાના IRCC પ્રધાન અહમદ હુસેને તાજેતરમાં જાહેર બજેટ ડોક્યુમેન્ટમાં કહ્યું કે અમે પોતાની ગ્લોબલ સ્ટ્રેટેજી દ્વારા દુનિયાભરના સ્કીલ ધરાવતા લોકોને આકર્ષિત કરી રહ્યા છીએ.