દુર્ઘટનાઓ બાદ બોઈંગ સોફ્ટવેર અપડેટને આપી રહ્યું છે અંતિમ રુપ

શિકાગોઃ બોઈંગે કહ્યું છે પાંચ મહીનાથી પણ ઓછા સમયમાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તે સોફ્ટવેર અપડેટ અને 737 મેસમાં એમસીએએસ સંબંધિત પાયલટ ટ્રેનિંગ પુનઃનીરીક્ષણને અંતિમ રુપ આપી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી વિમાન નિર્માતા કંપનીના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી ડેનિસ મિલેનબર્ગે પોતાના નિવેદનમાં કહ્યું કે બોઈંગ પહેલાથી જાહેર કરવામાં આવેલા સોફ્ટવેર અપડેટ અને પાયલટ પ્રશિક્ષણ પુનઃનીરીક્ષણની પ્રગતિને અંતિમ રુપ આપી રહ્યું છે જે ખોટા સેન્સરના ઈનપુટ મળવા પર એમસીએએસ ઉડાન નિયંત્રણ કાયદાનું પાલન કરશે.

એમસીએએસ 737 મેક્સમાં લાગેલું એક સ્વચાલિત સુરક્ષા ફીચર છે જે વિમાનને અચાનક રોકવા અથવા ઉડાન પરથી નિયંત્રણ હટાવવાથી રોકે છે. અમેરિકી સંઘીય ડેટાબેઝ અનુસાર, મેક્સ 8 જેટ ઉડાવતા દરમિયાન કેટલાક પાયલટોએ આ વિમાન અચાનક સીધુ જ નીચે જતુ હોવાની ફરિયાદ કરી છે.

આપને જણાવી દઈએ કે ઈથોપિયન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન ઈથોપિયાના અદીસ અબાબા પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, આમાં ચાર ભારતીય સહિત વિમાનમાં સવાર તમામ 157 લોકોના મોત થયા હતા. ગત પાંચ મહિનામાં બોઈંગ 737 મેક્સ વિમાન બીજીવાર દુર્ઘટવનાનો શિકાર થયું છે.

બોઈંગ 737 મેક્સના વિમાનની દુર્ઘટનાથી ઘણા પ્રકારના સવાલો ઉઠ્યા છે. ઘટના પાછળ પ્લેનની ડિઝાઈનને જવાબદાર માનવામાં આવે છે. ભારે એન્જીન પ્લેનમાં એવી જગ્યાએ ફીટ કરવામાં આવ્યું છે કે ઉડાન દરમિયાન વિમાન આગળની તરફ ઉંચુ થઈ જાય છે અને આવા સમયે દુર્ઘટના થવાની શક્યતાઓ રહે છે.

બોઈંગ 737 મેક્સ વિમાનોના એન્જિન મોટા અને ભારે હોય છે. પ્લેનમાં આ એન્જિન વધારે પડતા આગળની બાજુ પર લગાવવામાં આવ્યા છે. આ પોઝીશનના કારણે ઉડતા સમયે પ્લેન આગળની બાજુ, ઉંચુ થાય છે, જે એક મોટો ખતરો છે.