બર્ફિલું વાવાઝોડું: અમેરિકામાં 60% વસ્તી ઘરમાં કેદ

ન્યૂયોર્કઃ એક બાજુ ક્રિસમસનો તહેવાર શરૂ થયો છે ત્યારે બીજી બાજુ, અમેરિકા અને કેનેડામાં ‘બોમ્બ’ ચક્રવાતી વાવાઝોડું અને કાતિલ હિમવર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. અત્યંત ભયજનક રીતે બદલાઈ ગયેલા વાતાવરણને કારણે તાપમાન માઈનસ 48 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતાં અમેરિકાભરમાં 23 જણ મૃત્યુ પામ્યાનો એનબીસી ન્યૂઝ ચેનલનો અહેવાલ છે. દેશની લગભગ 60 ટકા જેટલી વસ્તી પર શિયાળાનું વાવાઝોડું સિતમ વરસાવી રહ્યું છે.

અમેરિકાના ઓક્લાહોમા, કેન્ટુકી, મિસુરી, ટેનેસી, વિસ્કોન્સીન, કેન્સાસ, નેબ્રાસ્કા, ઓહાયો, ન્યૂયોર્ક, કોલોરાડો, મિશિગન રાજ્યોમાં મરણ નોંધાયા છે. ઓહાયોમાં સેન્ડસ્કાઈ નજીક ઓહાયો ટર્નપાઈક પર 46 વાહનોનો ખડકો થયો હતો. તે દુર્ઘટનામાં ચાર જણનાં મરણ થયા હતા. 18 લાખથી વધારે લોકો એમનાં ઘરમાં જ ફસાઈ ગયાં છે. હજારો લોકો વિમાનીમથકો પર ફસાઈ ગયાં છે. 10 લાખ જેટલા ઘરોમાં વીજપૂરવઠો ઠપ છે. ન્યૂયોર્કના પશ્ચિમી ભાગોમાં પવન 127 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. બફેલો, વોટરટાઉન વિસ્તારોમાં 3-5 ફૂટ જેટલો બરફ પડી શકે છે. હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

 

Blizzard in America! Temperatures as low as minus 48 degrees Celsius; 23 civilians died