અમેરિકાની નાણાં સંસ્થાના બોર્ડ પર દેવેન પારેખની નિમણૂક

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડને યૂએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (IDFC) કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના ગ્લોબલ વેન્ચર કેપિટાલિસ્ટ દેવેન પારેખની ત્રણ વર્ષની મુદત માટે નિમણૂક કરી છે.

પારેખ ન્યૂયોર્ક સિટી સ્થિત ગ્રોથ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઈનસાઈટ પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર છે. IDFCના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પારેખના નામની ભલામણ સેનેટ મેજોરિટી લીડર દ્વારા કરવામાં આવી હતી. યૂએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન અમેરિકાની ડેવલપમેન્ટ બેન્ક છે, જે વિકાસશીલ દેશોને ભોગવવી પડતી મુસીબતો સામે એમને આર્થિક ઉપાયો પૂરી પાડવા માટે ખાનગી સેક્ટર સાથે ભાગીદારીમાં કાર્ય કરે છે.