ઢાકાઃ બાંગ્લાદેશ દેશના વડા ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવાલે જાહેરાત કરી છે કે દેશમાં આવતા વર્ષની 7 જાન્યુઆરીએ સંસદીય ચૂંટણી યોજાશે. દેશમાં પારદર્શી રીતે સંસદીય ચૂંટણી યોજવા માટે રાજકીય પક્ષવિહોણી વચગાળાની સરકારની કરવાની માગણી સાથે વિરોધપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને તેના મિત્ર પક્ષોએ હિંસક દેખાવો કર્યા છે તેવામાં વડા ચૂંટણી કમિશનરની આ જાહેરાત આવી છે.
અવાલે કહ્યું છે કે 12મી સંસદીય ચૂંટણી 30 નવેમ્બર ઉમેદવારી પત્રો સુપરત કરવાની આખરી તારીખ રહેશે અને ઉમેદવારી પાછી ખેંચવા માટેની આખરી તારીખ 17 ડિસેમ્બર રહેશે. ચૂંટણી પ્રચાર 18 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી, 2024ની મધરાત સુધી અમલમાં રહેશે. પાર્ટીવિહોણી વચગાળાની સરકાર રચવાની વિપક્ષની માગણીને વડાં પ્રધાન શેખ હસીનાની સરકારે નકારી કાઢી છે.
