પાકિસ્તાનને મોટો ઝાટકો, FATF-APGએ પાકિસ્તાનને આતંકી બ્લેક લિસ્ટમાં મૂક્યું

વૉશિંગ્ટન- દેવાના સંકટમાં ઝઝૂમી રહેલાં પાકિસ્તાનને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદની નાણાકીય સ્થિતિ પર નજર રાખતી સંસ્થા ‘ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ટ ફોર્સ’(FATF)એ ગ્રે લિસ્ટમાં નાખ્યાં પછી હવે FATFની APG-એશિયા પ્રશાંત ગ્રુપે આતંકવાદીને નાણાકીય સહાય અને મની લોન્ડ્રિંગને રોકવામાં અસમર્થ રહેતાં પાકિસ્તાનને “Enhanced Expedited Follow Up List” બ્લેક લિસ્ટમાં નાખી દીધું છે.

ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં આયોજિત FATFની એશિયાઈ પ્રશાંત સંસ્થાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે એફએટીએફની એશિયાઈ પ્રશાંત સંસ્થાએ વૈશ્વિક માપદંડોને પુરા નહી કરવા માટે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકી દીધું છે. FATFને જણાયું છે કે મની લોન્ડ્રિંગ અને આતંકવાદીઓને નાણાકીય સહાય મામલામાં 40 માપદંડોમાંથી 32ને પાકિસ્તાને પૂરા કર્યા નથી. તેને જોતાં FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકી દીધું છે.

FATFની એશિયાઈ પ્રશાંત સંસ્થાએ બ્લેક લિસ્ટમાં મુક્યા પછી હવે પાકિસ્તાનને FATF દ્વારા ગ્રે લિસ્ટમાંથી કાઢવાની સંભાવના વધુ ઘટી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાન ટેરર ફંડિંગ પર પોતાનો એક્શન પ્લાન પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકાના ફ્લોરિડાના ઓરલૈન્ડોમાં આયોજિત બેઠકના સમાપન પર જાહેર કરાયેલ નિવેદનમાં FATFએ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે ન ફકત પાકિસ્તાન જાન્યુઆરીની સમય મર્યાદાની સાથે પોતાનો એક્શન પ્લાનને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે તે મે -2019 સુધી પોતાની કાર્ય યોજનાને પુરા કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

FATFએ કડાઈમાં પાકિસ્તાનને ઓકટોબર-2019 સુધી એક્શન પ્લાન પુરો કરવા કહ્યું હતું. પણ પાકિસ્તાન વીતેલા એક વર્ષમાં FATFના ગ્રે લિસ્ટમાં છે, અને તેને FATF વીતેલા વર્ષના જૂનમાં એન્ટી મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મેકેનિઝમને મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવાનો વાયદો કર્યો હતો.  ત્યારે તેમની સાથે નક્કી કરેલી સમય મર્યાદાની અંદર 10 પોઈન્ટ એક્શન પ્લાન પર કામ કરવાની સહમતિ બની હકી. એક્શન પ્લાનમાં જમાત ઉદ દાવા, ફ્લાહી ઈન્સાનિયત, લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ, હક્કાની નેટવર્ક અને અફધાન તાલિબાન જેવા આતંકી સંગઠનોની ફંડિંગ પર અંકુશ લગાવશે જેવા પગલાનો સમાવેશ થતો હતો.

અત્રે નોંધનીય છે કે FATF તરફથી બ્લેકલિસ્ટ કરાય તેનો અર્થ એ છે કે સંબધિત દેશ મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગની વિરુદ્ધની જંગમાં સહયોગ નથી કરી રહ્યા. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાય તો તેને વર્લ્ડ બેંક, આઈએમએફ, એડીબી, યૂરોપિયન યૂનિયન જેવી સંસ્થાઓમાંથી લોન મળવી મુશ્કેલી થઈ જશે. તે ઉપરાંત મૂડીઝ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ અને ફિચ જેવી રેટિંગ એજન્સીઓ રેટિંગ પણ ઘટાડશે.