કશ્મીર પર ઈમરાન ખાનનું હિંદુ કાર્ડ, સિંધમાં જનસભા કરશે પાકિસ્તાની વડાપ્રધાન

0
1480

નવી દિલ્હીઃ જમ્મુકશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરીને ભારત સરકારના નિર્ણયથી પરેશાન પાકિસ્તાની શાસક પોતાની વાત ઉઠાવવા માટે દરેક પ્રકારના પેંતરાનો ઉપયોગ કરી રહ્યાં છે. આની તાજા કડીમાં વડાપ્રધાન ઈમરાન ખાને નક્કી કર્યું છે કે તે પાકિસ્તાનના હિંદુ સમુદાય અને અન્ય અલ્પસંખ્યક સમુદાયોની જનસભાને સંબોધિત કરશે અને અન્ય અલ્પસંખ્યક જનસભાને સંબોધિત કરશે અને તેમને કશ્મીર પર પોતાના વલણથી અવગત કરાવશે. આને અલ્પસંખ્ય સમુદાયો સાથે એકજૂટતાના રુપમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યાં છે.

રોજનામા પાકિસ્તાનના રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન સિંધમાં હિંદુઓની સારી આબાદીવાળા વિસ્તાર ઉમરકોટનો 31 ઓગસ્ટના રોજ પ્રવાસ કરશે અને ત્યાં એક જનસભા સંબોધિત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન સિંધમાં વસનારા હિંદુઓ અને અલ્પસંખ્યક સમુદાયો પ્રત્યે એકજૂટતા વ્યક્ત કરવા માટે 31 ઓગસ્ટના રોજ ઉમરકોટનો પ્રવાસ કરશે અને ત્યાંના પ્રસિદ્ધ શિવ મંદિર નજીક આવેલા એક મેદાનમાં જનસભાને સંબોધિત કરશે.

આ સભામાં હિંદુ સમુદાયના સદસ્યો અને અન્ય અલ્પસંખ્યક સમુદાયોના સદસ્ય મોટી સંખ્યામાં ભાગ લેશે. આ જનસભાને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી તેમજ અન્ય સંઘીય પ્રધાન પણ સંબોધિત કરશે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સત્તારુઠ તહરીકે ઈન્સાફ પાર્ટીના સાંસદ લાલચંદ માલ્હીએ લોકોના નામે એક વીડિયો સંદેશ જાહેર કરી રહ્યાં છે કે વડાપ્રધાન ઈમરાન ખાન હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકો સાથે એકજૂટતા પ્રદર્શિત કરવા માટે ઉમરકોટ આવી રહ્યાં છે, જ્યાં તે સભાને સંબોધિત કરશે.

તેમણે લોકોને સભામાં મોટી સંખ્યામાં શામેલ થવા માટે અપીલ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સૂત્રોએ કહ્યું છે કે આ સભાથી દુનિયાને સંદેશ આપવામાં આવશે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક દરેક પ્રકારે સુરક્ષિત છે અને તે પૂરી રીતે ઉત્પીડિત કાશ્મીરીઓ સાથે છે.