એપલ, ગૂગલની સેવાઓ રશિયાના ગ્રાહકો માટે વર્જિત

વોશિંગ્ટનઃ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી અમેરિકા દ્વારા રશિયા પર ભારે નાણાકીય પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે, જે પછી અમેરિકાએ હજ્જારો રશિયન ગ્રાહકોને એપલ પે અને ગૂગલ પેની સેવાઓનો ઉપયોગ કરવામાંથી અટકાવી દીધા છે. રશિયામાં અનેક બેન્કોએ ગ્રાહકોને જણાવ્યું હતું કે તેઓ ગૂગલ પે અને એપલ પેની સાથે તેમનાં બેન્ક કાર્ડ વાપરી નહીં શકે.

બેન્કોના ગ્રાહકો જે પ્રતિબંધો હેઠળ છે, (VTB Group, Sovcombank, Novikombank, Promsvyazbank, Otkritie) તેઓ વિદેશોમાં આ બેન્કોના કાર્ડની ચુકવણી નહીં કરી શકે, એમ રશિયાની સેન્ટ્રલ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે. જોકે આ કાર્ડોની સાથે સ્ટાન્ડર્ડ કોન્ટેક અથવા કોન્ટેક્સલેસ પેમેન્ટ્સ રશિયામાં ઉપલબ્ધ છે, એમ બેન્કે કહ્યું હતું. જોકે રશિયામાં ગૂગલ પે અને પેપલ પે બહુ લોકપ્રિય નથી, જેટલા એ અમેરિકામાં છે. રશિયામાં રશિયાની માલિકીની સ્બરબેન્ક ઓનલાઇન સૌથી લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ્સ સેવા હતી. એ પછી YooMoney (ભૂતકાળમાં Yandex Money) અને QIWI તેમ જ અન્ય રશિયન પેમેન્ટ્સ પ્રોવાઇડર્સ હતા.

અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી નાણાસંસ્થાઓ, Serbank અને VTB Bank પર પ્રતિબંધ લગાવ્યા હતા, જ્યારે UKએ પાંચ રશિયાની બેન્કોની સંપત્તિને સીલ કરી હતી. વ્હાઇટ હાઉસે પણ ઘોષણા કરી હતી કે અમેરિકા, યુરોપિયન દેશો અને કેનેડાની સાથે કેટલીક રશિયાની બેન્કોને સ્વિફ્ટમાંથી દૂર કરશે- મોટા ભાગની આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડના ઉપયોગ માટે પેમેન્ટ્સ સિસ્ટમ છે.