ન્યુ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર વિદેશમાં રાખવામાં આવેલી એન્ટિક ચીજવસ્તુઓને ભારત લાવવામાં મોટી સફળતા મળી રહી છે. વડા પ્રધાને જૂન, 2023માં અમેરિકાના પ્રવાસ દરમ્યાન ભારતની વિરાસત અને સંસ્કૃતિથી જોડાયેલી પ્રાચીન ધરોહરોને સોંપવાની પહેલ કરી હતી. જેથી અમેરિકાએ ન્યુ યોર્ક સ્થિત ભારતીય એમબેસીને દાણચોરીથી ત્યાં લાવવામાં આવેલી 105 પ્રાચીન ચીજવસ્તુઓને પર આપી છે. એમાં બીજી-ત્રીજીથી માંડીને 18મી અને 19મી સદી સાથે જોડાયેલી કેટલીય દુર્લભ કલાકૃતિઓ સામેલ છે.
એલ્વિન બ્રેગ અને એમના એન્ટિ-ટ્રાફિકિંગ યુનિટ તથા હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમના આ સહયોગ પર ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ કહ્યું હતું કે ભારતીયો માટે આ માત્ર કળાના ટુકડા નથી, બલકે એમની જીવંત વિરાસત અને સંસ્કૃતિનો હિસ્સો છે. આ એન્ટિક ચીજવસ્તુઓને ભારત લાવવામાં આવશે. આ પ્રત્યાર્પણ સમારોહમાં મેનહટ્ટન જુલ્લા અટોર્ની ઓફિસ અને હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
વાસ્તવમાં વડા પ્રધાન મોદીની રાજકીય યાત્રા દરમ્યાન ભારત અને અમેરિકા એક સાંસ્કૃતિક સંપત્તિ સમજૂતી કરવા માટે સહમત થયા હતા. જે પ્રાચીન કલાકૃતિઓની ગેરકાયદે દાણચારીને અટકાવવામાં મદદ કરશે. આ પ્રકારની સમજ બંને દેશઓની આંતરિક સુરક્ષા અને કાનૂની એજન્સીઓની વચ્ચે ગતિશીલ દ્વિપક્ષી સહયોગને વધુ મહત્ત્વ આપશે.
જે 105 કલાકૃતિઓ છેમાં પૂર્વ ભારતથી 47, દક્ષિણ ભારતથી 27, મધ્ય ભારતથી 22, ઉત્તર ભારતથી છ, પશ્ચિમી ભારતથી ત્રણ અને 18-19મી સદીની કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, ધાતુ અને લાકડાંની બનેલી ચીજવસ્તુઓ છે. આશરે 50 કલાકૃતિઓ ધાર્મિક વિષયો (હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામ)થી સંબંધિત છે અને બાકીની સાંકૃતિક મહત્ત્વ ધરાવે છે.
