ક્યુબાઃ ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737 વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ 737 વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઉડતાં પહેલા જ દુર્ધટનાગ્રસ્ત થયું. મળતી માહિતિના આધારે વિમાન હવાનાથી હોલગુઈન જઈ રહ્યું હતુ, જેમાં 104 યાત્રી સવાર હતાં. વિમાન તૂટી પડ્યાં બાદ પોલિસ અને ફાયર ફાઈટરની ટીમો મોટી માત્રામાં ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ અકબંધ છે.
આ વિમાનમાં કુલ 104 જેટલા મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી. જોકે ઘટનાસ્થળની તસવીરો જોતા અકસ્માત ગંભીર હોવાનું જણાય છે અને પ્લેનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ એક ડોમેસ્ટિક ફ્લાઈટ હતી જે હવાનાથી પૂર્વ તરફ હોલગુઈન જઈ રહી હતી. ઘટના બાદ આગ ઓલવવા માટે અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવાઈ હતી.