નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 12 દિવસથી યુદ્ધ જારી છે. મંગળવારે ગાઝાની હોસ્પિટલમાં મોટો હુમલો થયો છે. આ હુમલામાં આશરે 500 લોકો માર્યા ગયા છે, એવો દાવો હમાસના આરોગ્ય મંત્રાલયે કર્યો છે. હોસ્પિટલમાં લોકો હાજર હતા, જે પહેલેથી ઘાયલ અને વિસ્થાપિત હતા. ઇઝરાયેલ તરફથી હુમલા પછી લોકો ઘણા ગુસ્સામાં છે, એમ મંત્રાલયે કહ્યું હતું.
આ હુમલામાં હવે વિવિધ દેશોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. અમેરિકા અને અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ હુમલાને ખોટો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા હોસ્પિટલ પર ઘાતક હુમલાની આકરી નિંદા કરી છે.
I am horrified by the killing of hundreds of Palestinian civilians in a strike on a hospital in Gaza today, which I strongly condemn. My heart is with the families of the victims. Hospitals and medical personnel are protected under international humanitarian law.
— António Guterres (@antonioguterres) October 17, 2023
તેમણે X પર પોસ્ટ કર્યું છે કે હું પીડિતોના પરિવારોની સાથે છું. હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ સંરક્ષિત છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે અમારી પાસે ગુપ્ત સૂત્રો પાસેથી આવેલી માહિતી મુજબ ઇઝરાયેલ ગાઝાની હોસ્પિટલો પર કોઈ હુમલો નહોતું કરી રહ્યું પણ હુમલામા જે રોકેટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ એમનાં ઉપકરણોથી મેળ નહોતાં ખાતાં.
ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાની ફ્રાન્સે પણ ટીકા કરી કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હોસ્પિટલ પર હુમલો કરવો એને યોગ્ય ઠેરવી ના શકાય. ફ્રાંસ ગાઝામાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર હુમલાની નિંદા કરે છે. આ હુમલાને લઈને ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ગાઝા હોસ્પિટલ પર થયેલો હુમલો ઇસ્લામિક જેહાદ જવાબદાર છે.